રાજ્યસભા ચૂંટણી માટે બીજેપીના બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા

0
95

ગાંધીનગર,
તા.૧૨/૦૩/૨૦૧૮

ગુજરાતમાંથી રાજ્યસભા માટે ૪ ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવાર છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપના મનસુખ માંડવિયા સાયકલ ચલાવીને સમર્થકો સાથે વિધાનસભા પહોંચ્યા હતા. અહીં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. પુરુષોત્તમ રૂપાલાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.

ભાજપે બે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની જાહેરાત કરી છે. કાંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકનાં નામ જાહેર કર્યાં છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સપ્તાહ પહેલાં ઉમેદવારો જાહેર કર્યા હતા. કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને ગુજરાત બહારથી ઉમેદવારી કરાવીને ગુજરાત ભાજપના બે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને યથાવત્ રખાયા છે.

કાંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરવા માટે મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. પ્રદેશ કક્ષાએથી ટોચના નેતાઓએ ઉમેદવારી કરવા માટે પ્રયાસ કર્યો હતો પણ એક વાત ચોક્કસ હતી કે આ વખતે રાજ્યસભામાં પોતાનું વક્તવ્ય સ્પષ્ટ રીતે આપી શકે તેવા અભ્યાસુ નેતાઓની પસંદગી કરવાની હોવાથી મામલો ગુંચવાયો હતો. ભલામણ કે લોબિંગને ધ્યાનમાં રાખ્યા વગર મેરિટના ધોરણે જ પસંદગી કરવાનું નક્કી કરાયું હતું.

વિવિધ અટકળો બાદ આખરે નારણ રાઠવાએ રાજ્યસભા માટે ફોર્મ ભર્યું

નારણ રાઠવા પાસે પૂરતા દસ્તાવેજા ન હોવાને કારણે હવે એ જગ્યાએ કેન્દ્રીય નેતા રાજીવ શુક્લાનુ નામ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ તે અંગેની બધી અટકળોનો અંત લાવીને આખરે નારણ રાઠવાએ રાજ્યસભાની ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું. દિલ્હીથી કોગ્રેસના નેતા રાજીવ શુક્લાના નામ અંગે અટકળો ચાલી રહી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ આ વાતને માત્ર અફવા ગણાવી હતી, અને નારણ રાઠવાએ ફોર્મ ભર્યું હતું. નવુ નો ડ્યુ સર્ટિફિકેટ જમા કરાવવા અંગે વિલંબ થયો હતો. ત્યારે આજે કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિકે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું.

નારણ રાઠવાની ઉમેદવારી અંગે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોઈ પ્રોબ્લમ નથી. નારણ રાઠવા જ અમારા ઉમેદવાર રહેશે. આ તો ફક્ત કન્ફર્મેશન કરવાના ચક્કરમાં, ખબર નહિ કોણે આ અફવા ફેલાવી છે. તો પરેશ ધાનાણીએ પણ એમ જ કહ્યું કે, નારણભાઈના નોમિનેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. થોડા સમયમાં જ તેઓ પોતાનું ફોર્મ અધિકારીને સુપરત કશે. પાર્ટીએ નક્કી કરી લીધું છે કે, નારણભાઈ અને અમીબેન જ રાજ્યસભા ઈલેક્શન લડવા જઈ રહ્યાં છે.

મહિલા કોંગ્રેસ પ્રમુખે અમી બેન યાજ્ઞિકની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો

કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડા. અમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ જાવા મળ્યો છે. જેને કારણે વર્ષોથી સંગઠનમાં જાડાયેલ મહિલા આગેવાનોએ પક્ષ સમક્ષ અન્યાયની લાગણી વ્યકત કરી. તેમજ વિરોધ સ્વરૂપે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. મહિલા કોંગ્રેસે અમી બેનનો વિરોધ કરતા કહ્યું કે, તેઓ મહિલા કોંગ્રેસના નથી કે નથી સંગઠનનું કામ કર્યું. દરેક મોરચે મહિલા કોંગ્રેસની બહેનોએ સખત કામગીરી કરી છે અને પોતાની ક્ષમતા પુરવાર કરી છે.

કોંગ્રેસે રાજ્યસભાની બે બેઠકો માટે જાહેર કરેલા બે ઉમેદવારોમાં એક પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા આદિવાસી નેતા છે. જ્યારે બીજા અમી બેન યાજ્ઞિક છે. અમી બેન વ્યવસાયે વકીલ છે. આમ કોંગ્રેસે એક મહિલા અને એક આદિવાસી નેતાની પસંદગી કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY