રાજ્યસભા ચૂંટણી : રાણા-વાલેરાએ ફોર્મ પરત ખેંચતા રાજકીય નાટકબાજીનો અંત

0
94

ગાંધીનગર,
તા.૧૫/૦૩/૨૦૧૮

ભાજપ-કોગ્રેસ વચ્ચે મેચ ફિક્સિંગ?,ગુજરાતમાં ચારેય બેઠકો બિનહરિફ ચૂંટાશે

ભાજપમાંથી મનસુખ માંડવિયા,પરસોત્તમ રૂપાલા-કોંગ્રેસમાંથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક રાજ્યસભામાં એન્ટ્રી કરશે

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી ચાર રાજ્યસભાની બેઠક પર કયા સાંસદ રાજ્યસભામાં જશે તેના પરથી હવે સ્પષ્ટ રીતે પડદો ઉઠી ગયો છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી બે સાંસદ ભાજપના અને બે સાંસદ કોંગ્રેસના છે. જેમાં ભાજપ તરફથી પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા, જ્યારે કોંગ્રેસ તરફથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરિફ ચૂંટાશે. આજે સવારથી જ ભાજ૫-કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સમાધાનકારી કવાયત હાથ ધરવામાં આવી હતી. ભાજ૫ના અધ્યક્ષ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિ૫ક્ષીનેતા ૫રેશ ધાનાણી વચ્ચે આ મામલે બંધ બારણે બેઠક ૫ણ યોજાઇ હતી. આખરે બન્ને ઉમેદવારોએ ફોર્મ ૫રત ખેંચી લેતા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને જાગેલી ઉત્તેજનાનો અને રાજકીય નાટકબાજીનો અંત આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સત્તાવાર પક્ષ સિવાયના ઉમેદવારોએ આજે ફોર્મ પાછા ખેંચી લીધા છે, જેથી સ્પષ્ટ ચિત્ર સામે આવી ગયું છે કે, ભાજપના પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા અને કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હવે બિનહરીફ ચૂંટાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ગુજરાતની ૪ બેઠક ખાલી પડી હતી, જેને લઈ ગુજરાતમાંથી ૮ ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી સત્તાવાર પક્ષ સિવાયના અન્ય ૪ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચવાનો નિર્ણય લેતા. ભાજપના બે અને કોંગ્રેસના બે નેતાઓ હવે બિન હરિફ ચૂંટાઈ આવશે.

તમને જાણ ખાતર જણાવીએ કે, રાજ્યસભાની ચૂંટણીમાં જીતવા માટે ઉમેદવારને ૩૭ ધારાસભ્યોના મત મળવા જાઈએ. જ્યારે ગુજરાતમાં ૯૯ બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસે ૮૦ બેઠક મેળવી હતી.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ રહી હતી, રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ૬ સભ્યો મેદાને ઉતર્યા હતા. જેમાં ભાજપ તરફથી પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા તથા કિરિટસિંહ રાણા (અપક્ષ)એ ફોર્મ ભર્યા હતા, જ્યારે કે કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકે અને પી કે વાલેરા(અપક્ષ) ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ બંને પક્ષ દ્વારા સામ-સામે ઉમેદવારો વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરી. ત્યારબાદ કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી કોણ ઉમેદવાર રહેશે તેનું સસ્પેન્સ યથાવત રહ્યું હતું. આ બધા જ કારણે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી રોમાંચક બની હતી.

નારણ રાઠવાને નો ડ્યૂ સર્ટિફિકેટ બાબતે ચૂંટણી અધિકારી સામે વાંધા અરજી કરી હતી. ભાજપે દાવો કર્યો હતો કે રાઠવાએ ફોર્મ સબમિટ કર્યા બાદ નો ડ્યૂ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ ઉપરાંત તેને રજૂ કરેલું નો ડ્યૂ સર્ટિફિકેટ પણ નિયમ વિરુદ્ધનું છે. ભાજપે રજૂઆત કરી હતી કે પાંચ એજન્સીઓના સર્ટી આવ્યા બાદ મુખ્ય નો ડ્યૂ સર્ટિફિકેટ આપવામાં આવે છે. રાઠવાએ એક વખત ૨૦૦૯નું નો ડ્યૂ સર્ટિફિકેટ આપ્યું હતું. બાદમાં ૧૫ મિનિટમાં નવું સર્ટિ રજૂ કરી દીધું હતું. તો ૧૫ મિનિટમાં સર્ટી ક્યાંથી આવી ગયું? તેમ કહી ચૂંટણી પંચમાં વાંધા અરજી કરી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી પણ ભાજપના ઉમેદવારના સરનામા અને સહીની બાબતને લઈને કોંગ્રેસ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂરી કરનારા અરુણ જેટલીને આ વખતે ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભા માટે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY