રક્ષક જ ભક્ષક બને ત્યારે……… હોમગાર્ડે ડ્યૂટી ચેન્જ કરવાની કહ્યું તો પીઆઈએ કહ્યું તારી પત્નીને મારી સાથે સેક્સ માણવા મોકલ

0
115

બરેલી,
તા.૨૮/૦૩/૨૦૧૮

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. અહીં એક હોમગાર્ડે ટ્રાફિક પોલીસના પીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યો છે. હોમગાર્ડે આરોપ લગાવ્યો છે કે પીઆઈ સામે જ્યારે તેણે ડ્યૂટી ચેન્જ કરવાની અપીલ કરી તો તેણે પહેલા તો રૂપિયાની માગ કરી. જ્યારે રૂપિયા ન આપી શક્યો તો આરોપી પીઆઈએ તેને કહ્યું કે, રૂપિયા ન આપી શક તો તારી પત્ની સાથે સેક્સ માણવા દે.

આ વાત જાણ્યા પછી હોમગાર્ડની પત્ની ગુસ્સામાં સીધી ટ્રાફિક પોલીસની ઓફિસ પહોંચી અને હોબાળો શરૂ કરી દીધો. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા. હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટરને ખૂબ ખરી ખોટી સંભળાવી. આ દરમિયાન કોઇએ આખી ઘટનાનો વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો.

હોમગાર્ડની પત્નીએ ઇન્સ્પેક્ટર પર અય્યાશી કરવા માટે છોકરીની ડિમાન્ડ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ જ્યારે પોતાની ડ્યૂટી ચેન્જ કરવા માટે ઇન્સ્પેક્ટરને અપીલ કરી તો તેમણે પહેલા પૈસા માંગ્યા. જ્યારે પતિએ કહ્યું કે પૈસા નથી તો ઇન્સ્પેક્ટર સાહિબે આલમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું’ કે તમારી પત્નીને એક રાત માટે મોકલી આપો.

મહિલાના હોબાળા પછી ઇન્સ્પેક્ટરની ઘણી ફજેતી થઇ. પોતાની ફજેતી થતી જાઇને અને પોતાના આરોપને છુપાવવા માટે ઇન્સ્પેક્ટરે હોમગાર્ડ દિનેશ પર સરકારી કામમાં વિગ્ન નાખવાનો અને ગાળાગાળી કરવાની એફઆઇઆર શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી. આ આખા મામલામાં એસપી ટ્રાફિક કમલેશ બહાદુરનું કહેવું છે કે હોમગાર્ડે ઇન્સ્પેક્ટર સાહિબે આલમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેની તપાસ કરાવવામાં આવી રહી છે. આ આખા મામલા પછી ઇન્સ્પેક્ટર હાલ હોમગાર્ડની ડ્યૂટી લગાવવાના ચાર્જમાંથી હટાવી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તે ટુંક સમયમાં તપાસ કરીને આરોપી પર કડક કાર્યવાહી કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY