રાક્ષસી મકાન માલિકે માસૂમ ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

0
105

ચંડીગઢ,
તા.૪/૫/૨૦૧૮

મકાન માલિક ફરાર,પોલીસે શોધખોળ શરુ કરી

પંજાબના પટિયાલામાં ૩ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાબુસિંહ કોલોનીમાં રહેતી ૩ વર્ષની બાળકી સાથે મકાન માલિકે દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ મકાન માલિક ફરાર થયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે આરોપી મકાન માલિકની શોધખોળ શરૂ કરી છે.

મહત્વનુ છે કે, બાળકીની માતા કામ પર ગઈ હતી. બાળકીની માતા કામ પરથી પરત આવી ત્યારે બાળકીને પેટમાં દુખાવો થયો હતો. અને બાળકીની તબિયત પણ ખરાબ થઈ હતી. ત્યાર બાદ બાળકીને હોસ્પટલમાં ખસેડાઈ હતી. આ દરમિયાન માતાને જાણ થઈ હતી કે, મકાન માલિક બાળકીને લઈ ગયો હતો. અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અમને રાત્રે ૧૦ વાગ્યે માહિતી મળી હતી. ત્યારબાદ અમે હોસ્પટલ પર પહોંચી ગયા અને બાળકીની માતના નિવેદનના આધારે ગુનો દાખલ કર્યો છે. મેડિકલ રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં આરોપીની શોધખોળ થઇ રહી છે. પોલીસ પણ દોષીની તપાસ કરી રહી છે જેમાં મકાન માલિકનું નામ ફોજી છે.

આ પરિવાર ત્યાં ભાડા પર રહે છે અને તેમની બાળકી સાથે આ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમને દોષીની શોધખોળ માટે મોકલી દેવામાં આવી છે. ૩ વર્ષની બાળકી સાથે બળાત્કાર થયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY