રાનીગંજ હિંસાને લઇ કેન્દ્ર આવ્યું હરકતમાં, મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

0
111

ન્યુ દિલ્હી/
કોલકાત્તા,
તા.૨૮/૦૩/૨૦૧૮

રામ નવમીના અવસર પર પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાનો મુદ્દો હવે મોટો થતો જઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આખા કેસ પર રિપોર્ટ માંગ્યો છે. હિંસા ફેલાવ્યા બાદ જે પ્રકારની પરિસ્થતિ બની છે તે મુદ્દા પર કેન્દ્રની તરફથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું કે જા તેમણે પેરામિલિટ્રી ફોર્સની જરૂર છે તો તે પૂરું પાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે રામ નવમીના અવસર પર પશ્ચિમ બંગાળના રાનીગંજ વિસ્તારમાં જુલુસ લઇનેબે ગ્રૂપોની વચ્ચે સંઘર્ષ થયો હતો. હિંસા બાદ ભારે પોલીસબળ તૈનાત કરાયું છે. આપને જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમત્રી મમતા બેનર્જી ત્રીજા ફ્રન્ટની રચનાને લઇ અત્યારે દિલ્હીમાં કેટલાંય નેતાઓની સાથે બેઠક કરી રહ્યાં છે.

૨૫મી માર્ચના રોજ રામનવમીના અવસર પર જુલુસને લઇ બર્ધમાન જિલ્લાના રાનીગંજ વિસ્તારમાં તણાવની સ્થતિ ઉભી થઇ હતી. સ્થતિ આગજની અને ફાયરિંગ સુધી પહોંચી ગઇ હતી. તેમાં એક વ્યક્તનું મોત થયાની વાત સામે આવી છે. પોલીસે અત્યાર સુધી હિંસાના આરોપમાં ૧૯ લોકોની ધરપકડ કરી છે. જ્યારે આખા રાજ્યમાં ભાજપ અને તેની સાથે જાડાયેલ હિન્દુવાદી સંગઠનોને તલવાર અને બીજા હથિયારોની સાથે રામનવમીનું જૂલુસ નીકાળ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY