રણબીર અને અજય દેવગન ફરીવખત એક સાથે દેખાશે

0
112

મુંબઇ,
ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કરી ચુકેલા અભિનેતા અજય દેવગન અને રણબીર કપુર ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે સોનુ કે ટીટુની સ્વીટી નામની ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક લવ રંજન હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં અજય દેવગન અને રણબીર કપુર સાથે નજરે પડનાર છે. રણબીરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તે અજય દેવગનની ખુબ પ્રશંસા કરે છે. તેમનુ ખુબ સન્માન પણ કરે છે. તેમની સાથે ફિલ્મમાં કામ કરવાને લઇને તે ખુબ ઉત્સાહિત છે. તેમની કામ કરવાની રીત ખુબ જ પ્રભાવિત કરે છે. તે અને લવ પણ છેલ્લા કેટલાક સમયથી સાથે કામ કરવા માટે ઇચ્છુક હતા.
આ ફિલ્મ અમારા લોકો વચ્ચે સારી શરૂઆત તરીકે રહેશે. રણબીર હાલના દિવસોમાં રાજકુમાર હિરાની ફિલ્મ સંજુને લઇને ભારે વ્યસ્ત છે. જ્યારે અજય દેવગનની હાલમાં જ રેડ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. બંને ટોપ સ્ટાર સાથેની ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જા કે ફિલ્મમાં ટોપ સ્ટારને લેવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે બંને મોટા સ્ટાર છે. રણબીર કપુર યુવા પેઢીમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે છે. તેની સાથે તમામ ખુબસુરત સ્ટાર અભિનેત્રીઓ સાથેના સંબંધની ચર્ચા રહી ચુકી છે. જેમાં નરગીસ, દિપિકા, કેટરીના કેફનો સમાવેશ થાય છે. હાલમાં તે આલિયા ભટ્ટની સાથે વધારે જાવા મળી રહ્યો છે. આલિયા બોલિવુડમાં સૌથી આશાસ્પદ ઉભરતી સ્ટાર તરીકે છે. આલિયા અને રણબીર કપુર વચ્ચેના સંબંધને લઇને દર રોજ નવી વિગતો સપાટી પર આવે છે. તમામ જગ્યાએ સાથે પણ નજરે પડી રહ્યા છે. બંને વચ્ચે મિત્રતા નવા સંબંધની દિશામાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY