પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલનું વિવાદાસ્પદ નિવેદન
હોશંગાબાદ,તા.૧૪
પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલે સંઘને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ પ્રહાર કરતા કહ્યુ હતું કે,”રાજ્યમાં થઇ રહેલ રેપની મોટે ભાગની ઘટનાઓમાં ભાજપનાં નેતા અને ઇજીજીનાં લોકો વિરૂદ્ધ ફરિયાદ વધારે દાખલ થતી હોય છે.”
અગ્રવાલે જણાવ્યું કે ઇજીજીનાં લોકો લગ્ન નથી કરતા એટલાં માટે રેપની ઘટનાઓમાં તેઓનો હાથ ખૂબ જ મહત્વનો હોય છે. તેઓએ શિવરાજનાં “૧૪ વર્ષ બેમિસાલ” પર સવાલ કરતા કહ્યુ કે પ્રદેશમાં ૨/૩ બહુમતથી કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે.
અગ્રવાલે જણાવ્યું કે નર્મદા નદીથી સીએમ શિવરાજનાં પરિવારનાં લોકો જ અવૈદ્ય રેતનું ખાણકામ કરી રહેલ છે અને ત્યારે જ પ્રદેશભરમાં ખનન થઇ રહ્યુ છે.
સીએમનાં દીકરા દ્વારા દૂધનાં વેપારને લઇને અગ્રવાલે કહ્યુ કે વિદિશામાં સીએમએ બગીચો બનાવેલ છે કે જ્યાં વિદેશમાંથી ગાયો લાવવામાં આવેલી છે અને તેમનો દીકરો દૂધ વેચી રહેલ છે. સીએમનો દીકરો હોવાંને કારણે લોકો ૬૫ રૂપિયા લીટર દૂધ ખરીદી રહ્યાં છે તો શું તે બરાબર છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"