રશિયામાં અભ્યાસ અર્થે ગયેલા ગુજરાતી યુવકનું ખેંચ આવતા મોત નીપજ્યું

0
98

મહીસાગર,
તા.૧૪/૦૩/૨૦૧૮

મદદ માટે સુષ્મા સ્વરાજ અને અન્ય ગવર્મેન્ટ ઓથોરિટીને ટ્‌વીટ દ્વારા જાણ

મૂળ મહિસાગર ગુજરાતના રહેવાસી વાળંદ રમેશભાઇનો દીકરો રશિયામાં અભ્યાસ અર્થે ગયો હતો. જ્યાં તેની હોસ્ટેલમાંથી પરિવારને ગત ૧૧ માર્ચના રોજ દુઃખદ સમાચાર આવ્યા હતા. ક્રિસ્ટલ રમેશભાઇ વાળંદની હોસ્ટેલ ઓથોરિટીએ પરિવારને મોતના સમાચાર આપ્યા હતા. આ સાંભળીને પરિવારના પગ નીચેની ધરતી ખસી ગઇ હતી. તેનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે, ક્રિસ્ટલના પિતા રમેશભાઇ વાળંદને હજુ સુધી પુત્રનો મૃતદેહ મળ્યો નથી. ક્રિસ્ટલના પિતા રમેશભાઇ વાળંદ રિટાયર્ડ આર્મી મેન છે અને તેઓએ મૃતદેહને તેમના ઘરે પરત લાવવા માટે ભારત સરકાર પાસે મદદ માંગી છે. તેઓએ આ અંગે સુષ્મા સ્વરાજને ટ્‌વીટ પણ કરી છે.

મૂળગુજરાતના મહિસાગર જિલ્લાના બાકોર ગામમાં રહેતો ૨૨ વર્ષીય ક્રિસ્ટલ વાળંદ ગત ફેબ્રુઆરી મહિનામાં રશિયા અભ્યાસ માટે ગયો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ક્રિસ્ટલ એમબીબીએસના ચોથા વર્ષમાં ભણતો હતો અને રશિયામાં તેની સાથે સુરત અને જામનગરના વધુ બે સ્ટુડન્ટ્‌સ પણ ગયા હતા. ક્રિસ્ટલ રશિયાની ક્રેમિયા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો જ્યાં ૧૧ માર્ચના રોજ વહેલી સવારે ૪ વાગ્યે ઉંઘમાં જ ખેંચ આવતા તેનું મોત થયું હતું. ક્રિસ્ટલના પિતા અને એક્સ આર્મી મેન રમેશભાઇ વાળંદને હોસ્ટેલ ઓથોરિટી અને તેની સાથે રહેતા રૂમમેટ્‌સે આ દુઃખદ સમાચાર આપ્યા હતા. રશિયામાં મૃત દીકરાનો મૃતદેહ અહીં ભારતમાં પરત લાવવા માટે પરિવાર આર્થિક રીતે સક્ષમ નહીં હોવાથી તેઓએ ભારત સરકારની આ અંગે મદદ માંગી હતી. રમેશભાઇએ આ અંગે ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અન્ય ગવર્મેન્ટ ઓથોરિટીને ટ્‌વીટ દ્વારા જાણ કરી હતી. જા કે, તેઓને સરકાર તરફથી કોઇ મદદ કે જવાબ મળ્યો નહતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY