રશિયાના શોપિંગ મોલમાં ભીષણ આગ : ૬૪ લોકોના મોત

0
113

માસ્કો,
તા.૨૬/૦૩/૨૦૧૮

૩૦૦ જેટલા ફાયરફાઈટરોએ છ કલાક બાદ આગને કાબૂમાં લીધી

આગ લાગતાં અનેક લોકો ગુમ,શોપિંગ માલમાં સિેમાહોલ,મનોરંજનની સુવિધાઓ ઉપલબ્ધ હતી

રશિયાના સાઇબેરિયન શહેર કેમરોફોમાં એક શાપિંગ મોલમાં ભીષણ આગ લાગી ગઇ છે. આગ લાગતા ૬૪ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ થયા હોવાના સમાચાર છે. આગ લાગ્યાની જાણ થતાં આશરે ૩૦૦ જેટલા ફાયરફાઈટર્સ મોલ ખાતે પહોંચી ગયા હતા. તેઓ લગભગ છ કલાકે આગને કાબુમાં લાવવામાં સફળ થયા હતા.

કેમેરોવો શહેર રશિયાના પાટનગર મોસ્કોથી લગભગ સાડા ૩ હજાર કિ.મી.ના અંતરે આવેલું છે. આ શહેર કોલસાના ઉત્પાદન માટે જાણીતું છે.

એજન્સીના મતે શાપિંગ મોલમાં આગ બાળકોના પ્લેગ્રાઉન્ડની પાસે ફેલાઇ હતી. કહેવાય છે કે એક બાળકે લાઇટરનો ઉપયોગ કર્યો હતો તેના લીધે આગ લાગી હતી. જા કે બીજી વાત એમ પણ સામે આવી રહી છે કે આગ શાર્ટ સર્કિટના લીધે લાગી છે. જા કે તેના પર કોઇ સત્તાવાર કોઇ પુષ્ટ થઇ નથી થઇ કે આગનું કારણ શું હતું. અહીં હાજર લોકોના મતે માલમાં કોઇપણ ફાયર એલાર્મ નહોતું.

આગથી પોતાનો જીવ બચાવા માટે કેટલાંય લોકો ચોથા માળેથી જ છલાંગ લગાવતા દેખાયા. આગ ઓલવવા માટે લગભગ ૨૦૦થી વધુ ફાયરબ્રિગેડ કર્મીઓ હાજર છે. આ સિવાય એમ્બ્યુલન્સ, પોલીસ પણ સ્થળ પર હાજર છે.

કહેવાય છે કે શાપિંગ સેન્ટમાં આવેલ ઝૂમાં લગભગ ૨૦૦ પ્રાણીઓ હતા. જા કે હજુ તેઓ કંઇ પરિસ્થતિમાં છે તેની ભાળ મળી નથી. શાપિંગ સેન્ટરના ચોથા માળે સિનેમાહોલ અને મનોરંજનની અન્ય સુવિધાઓ છે. આથી જ ત્યાં લોકોની સંખ્યા પણ વધુ હશે. રૂસી સુરક્ષાબળોએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

લોકલ મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, આગ સૌથી પહેલા બિલ્ડંગના તે ભાગમાં લાગી જ્યાં એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સ છે. આગના કારણે છતનો અકે ભાગ પડી ગયો. કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, શોપિંગ સેન્ટરમાં એક નાનું ઝૂ પણ હતું. જેમાં બકરી, ગિની પિગ, બિલાડી અને કૂતરા સહિત અનેક પ્રાણી હતા.

પોલીસ હજુ સુધી આગ લાગવાનું કારણ વિશે માહિતી એકત્ર કરી શકી નથી. જાકે, ઘટનાની તપાસ માટે અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY