મુંબઈ,
તા.૨૬/૦૩/૨૦૧૮
પાલિકાને વળતર અપાવાના માનવ અધિકાર પંચના આદેશને હાઈ કોર્ટે અટકાવ્યો
લગભગ ત્રણ વર્ષ પૂર્વે છઠ્ઠી એપ્રિલના રોજ માહિમ કોઝવે ખાતે ખરાબ રસ્તાને લીધે ટુવ્હીલરનો અકસ્માત થઈને કોમામાં સરી પડેલી મહિલાને મહાપાલિકા કમિશનરે દસ લાખ રૃપિયાની ભરપાઈ આપવી એવા રાજ્ય માનવ અધિકાર પંચના આદેશને બોમ્બે હાઈ કોર્ટે સ્થગિત કર્યો છે. મેરિલીન રેમિડીઓઝ (૪૦)ના પતિ શેલ્ડન (૪૮) સાથે બાંદરા ખાતેના પોતાના ઘરે જવા નકળી હતી. રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને એ વખતે કોન્ટ્રેક્ટરે યોગ્ય બેરિકેડિંગ કર્યું નહોતું, આથી ખાડામાં અટકીને ટુ વ્હીલરનો અકસ્માત થીને મેરિલીનને ગંભીર ઈજા થઈને કોમામાં સરી પડી હતી.
આ સંબંધી ફરિયાદ બાદ માનવ અધિકાર પંચે ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ નિર્ણય આપતી વખતે અનેક આદેશ આપયા હતા. આમાં કમિશનરે મેરિલીનને છ સપ્તાહમાં દસ લાખની ભરપાઈ આપવાનો આદેશ પણ આપ્યો હતો. આના વિરોધમાં પાલિકાએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. જેના પર પ્રાથમિક સુનાવણી થતાં ન્યાયમૂર્તિ કેમકર અને કર્ણિકની બેન્ચે ભરપાઈના આદેશને સ્થગિતી આપીને સુનાવણી મોકૂફ રાખી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"