રોટરી ક્લબ ઓફ હળવદનો અને તેની નીચેની સાત ક્લબ ના હોદ્દેદારો નો શપથગ્રહણ નો કાર્યક્રમ યોજાયો

0
229

સોમવારે શરણેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં રોટરી ઇન્ટરનેશન ડિસ્ટ્રિક્ટ 3060ના ડી.જી.એન. પ્રશાંત જાની , ઈંનરવિલ પાસ્ટ ચેરમેન દર્શના પુજારા, રોટરેક્ટ પાસ્ટ ડી.આર. આર. રાજવિરસિંહ સરવૈયા, આસીસ્ટન્ટ ગવર્નર નરભેરામ અઘારા ની ઉપસ્થિતિમાં એક ભવ્ય ઈન્સ્ટોલેશન સેરેમની નું આયોજન રોટરી કલબ ઓફ હલવદ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં અતિથિ વિશેષ માં ઓસીસ ગ્રૂપ મોરબી અને સિરામિક એસોસિએશન ના પ્રેસિડેન્ટ સુખદેવભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા.

ઉપરોક્ત ઇન્સ્ટોલિંગ ઓફિસર દ્વારા નવા વરાયેલા પ્રમુખ અને સેક્રેટરી ને શપથ લેવડાવ્યા હતા.રોટરી નું વર્ષ 30/6/18 ના રોજ પૂરું થતા નવા વર્ષે નવા હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી.જેમા રોટરી ક્લબ પ્રેસિડેન્ટ તરીકે રમેશભાઈ ઝાલોરીયા સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા રોટરેક્ટ કલબમાં પ્રેસિડેન્ટ ચેતન અઘારા અને સેક્રેટરી કલ્પેશ દવે રોટરેક્ટ ક્લબ ચરાડવા માં પ્રેસિડેન્ટ ડો. મયુર કણજરીયા અને સેક્રેટરી જયરાજસિંહ ઝાલા ઈંનરવિલ ક્લબ માં પ્રેસિડેન્ટ હર્ષાબેન ઝાલા સેક્રેટરી સરોજબેન દલવાડી આર. સી.સી.સિનિયર સિટીઝન ક્લબ માં પ્રેસિડેન્ટ બળદેવભાઈ પંચાસરા અને સેક્રેટરી ગોરધનભાઈ સુરાણી આર. સી.સી. ક્લબ રણમલપુર માં પ્રેસિડેન્ટ મેહુલ સોની સેક્રેટરી જગદીશ પટેલ ઇન્ટરેક્ટ કલબ માં પ્રેસિડેન્ટ જયનીલ સોલંકી અને સેક્રેટરી પાર્થ ભાનુશાલી અરલીએક્ટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ માં પ્રેસિડેન્ટ અર્પિત રાઠોડ અને સેક્રેટરી અનુજ મહેતા ની વરણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રોટરી ક્લબ માં 24 નવા સભ્યો જોઈન થયા હતા. જે દરેક ને રોટરી ની પિન પહેરાવીને ગવર્નર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.પાસ્ટ પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ દ્વારા વર્ષ 2017/18 માં સફળતા થી સંપન્ન થયેલા આખા વર્ષ ના121 પ્રોજેક્ટો ની વિસ્તૃત માહિતી અને હિસાબ રજૂ કર્યો હતો.આઠેય ક્લબ ના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી એ તન મન ધનથી કરેલ સેવા બદલ પ્રોત્સાહિત કરવા માટે રોટરી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ વર્ષ દરમિયાન જે લોકોએ પ્રોજેક્ટ માં આર્થિક સહયોગ અને અનુદાન આપેલ 115 દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મિટિંગ બાદ ભોજન પ્રસાદ બધાએ સાથે લીધો હતો.

આ સેરેમનિમાં આજુબાજુની કલબના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, પત્રકાર મિત્રો, શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સેવાભાવી લોકો તેમજ રોટરી પરિવાર ના દરેક સભ્યો સહકુટુંબ આખા પ્રોગ્રામ માં હાજર રહીને શોભા વધારી હતી.આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં નરભેરામભાઈ અઘારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, રાજેન્દ્રસિંહ રાણા અને મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી ને સફળ બનાવ્યો હતો.

મયુર રાવલ હળવદ
9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY