મીઝ્લ્સ રૂબેલા વેક્સીનેશન કેમ્પેઈન

0
569

જિલ્લા કક્ષાનો વર્કશોપ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સભાગ્રુહ ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડો. અમિત ગંભીરની ઉપસ્થિતિમાં યોજાયો

ભાવનગર બુધવાર  આજે તા. ૧૧ જુલાઈના રોજ બપોરે ૧૫/૦૦ થી ૧૬/૧૦ કલાક સુધી મીઝ્લ્સ રૂબેલા વેક્સીનેશન કેમ્પેઈન વિષયે જિલ્લા કક્ષાનો વર્કશોપ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સભાગ્રુહ ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડો. અમિત ગંભીરની ઉપસ્થિતિમાં આ કેમ્પેઈનની જાણકારી મીડિયાને આપવાના હેતુસર યોજાયો હતો

આ વર્કશોપમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશના ૨૪ રાજ્યોમાં મીઝલ્સ રૂબેલા વેક્સીનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય દેશનું ૨૫ મું રાજ્ય છે જેમાં તા. ૧૬ જુલાઈ થી ૧૫ ઓગષ્ટ ૨૦૧૮ સુધી આ કાર્યક્રમ યોજવામાં આવશે.

ભાવનગર જિલ્લામાં આ મીઝ્લ્સ રૂબેલા વેક્સીનેશન કેમ્પેઈન અંતર્ગત જિલ્લા, તાલુકા કક્ષાએ તેમજ શાળાઓમાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો

તા. ૧૬ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી તમામ સરકારી તથા ખાનગી શાળાઓના બાળકોને તેમજ તા. ૦૧ ઓગષ્ટથી તા. ૧૫ ઓગષ્ટ સુધી આંગણવાડીઓના બાળકોને મીઝ્લ્સ રૂબેલા રસીકરણ કરવામાં આવશે.બાંધકામ ક્ષેત્રે કામ કરતા તેમજ ખેતરોમાં કામ કરતા શ્રમયોગીઓના બાળકોને મોબાઈલ વાન દ્વારા મીઝલ્સ રૂબેલા રસીકરણ કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડો. અમિત ગંભીરે જણાવ્યુ હતું કે ઓરી રોગ બાળકોમાં જોવા મળે છે તે જીવલેણ રોગ છે.  જે સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન રૂબેલાનો ચેપ લાગે તો જન્મ લેનાર બાળકને સી. આર. એસ. (જન્મજાત રૂબેલા સીન્ડ્રોમ)  થઈ શકે છે. આ રોગ જીવલેણ સાબીત થઈ શકે છે. બાળકોને જન્મજાત ખોડખાંપણ ન થાય તે હેતુસર આ મીઝ્લ્સ રૂબેલા રસીકરણ કાર્યક્રમ સમગ્ર જિલ્લામાં યોજાશે. ભાવનગર જિલ્લાના ૪.૫૪ લાખ બાળકોને મીઝલ્સ રૂબેલાની રસી ઈન્જેક્શન દ્વારા આપવામાં આવશે એક ઈન્જેકશનથી એક જ બાળકને રસી આપવામાં આવશે આ ઈન્જેક્શન જંતુરહિત હશે. બાયોમેડીકલ વેસ્ટના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.રસીકરણ માટે પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી લોકોએ તેમના ૦૯ માસ થી ૧૫ વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકોને નજીકના સરકારી દવાખાને લઈ જઈ ને મીઝલ્સ રૂબેલાની રસી અપાવવી જોઈએ. આ રસીની  બાળકને આડઅસર થાય તો એઈએફઆઈ ની કીટ તૈયાર રાખવામાં આવશે જેના દ્વારા આડઅસર રોકી શકાશે.આ કાર્યક્રમ અંતર્ગત  જિલ્લાના તમામ ગામોમાં રેલી યોજાશે પોસ્ટર,બેનર, હોર્ડિગ્સ,વોટ્સ એપ ગ્રુપ થકી બહોળી પ્રસિદ્ધિ કરાશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એચ. એફ. પટેલે જણાવ્યુ હતું કે આ મીઝ્લ્સ રૂબેલા વેક્સીનેશન કાર્યક્રમ સંદર્ભે રસીકરણ સમયે વેઈટીંગ રૂમ, વેક્સીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ કાર્યરત રહેશે.સૌના સહકારથી આ એક માસનો કાર્યક્રમ સુંદર રીતે પાર પાડવામાં આવશે.

આ વર્કશોપમાં યુનિસેફના શ્રી રેજી એડવીન, ડો. એ. કે. તાવીયાડ, જિલ્લા પંચાયતના માહિતી પ્રસારણ અધિકારીશ્રી કુંચાલા તેમજ મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY