ભાજપ સબકા સાથ સબકા વિકાસની નીતિ પર કામ કરે છે

0
122

ન્યુ દિલ્હી,
૨૪/૦૩/૨૦૧૮

વિ૫ક્ષ શોરબકોર બંધ કરે,અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે : શાહનો ખૂલ્લો પડકારઅવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિરોધ પક્ષોને ખુલ્લો પડકાર ફેક્યો છે. અમિત શાહે કહ્યું હતું કે, હું પડકાર ફેંકુ છું કે, હો હલ્લા બંધ કરીને સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરો, અમારી પાર્ટી તેના માટે તૈયાર છે. અમારી પાસે બહુમત છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે પત્ર લખીને લોકસભા મહાસચિવને ૨૭ માર્ચના રોજ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવાની મંજૂરી માંગી છે. આ અગાઉ તેલુગુ દેશમ પાર્ટી અને વાઈએસઆર કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી ચુકી છે.

આજે આસામના ગુવાહાટીમાં બુથ અધ્યક્ષ સમ્મેલનને સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે, અમે તમામ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છીએ પરંતુ વિરોધ પક્ષ સદન જ નથી ચાલવા દેવા માંગતો. શાહે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તે ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રાજનીતિ કરે છે જ્યારે ભાજપ ‘સબકા સાથ સબકા વિકાસ’ ની નીતિ પર કામ કરે છે. ભાજપ અધ્યક્ષે એમ પણ કહ્યું હતું કે, આસામે મનમોહન સિંહને ચૂંટીને મોકલ્યા પરંતુ વડાપ્રધાન રહેવા છતાંય તેમણે અહીં કશું જ કર્યું નથી.

ભાજપ અધ્યક્ષે રાહુલ ગાંધી પર નિશાન તાકતાં કહ્યું હતું કે, હું રાહુલ ગાંધીને ફક્ત એટલુ જ પુછવા માંગુ છું કે, તેમના પક્ષની સરકારે ૧૦ વર્ષના કાર્યકાળમાં આસામ માટે શું કર્યું, તે મને કહે?

બુથ અધ્યક્ષ સમ્મેલનને સંબોધિત કરતા અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીની સૌથી મજબુત બાબત ગણાવી હતી. ત્રિપુરા સહિત દેશના અનેક રાજ્યોમાં મળેલા વિજયથી ઉત્સાહિત અમિત શાહે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો વિજય રથ પૂર્વોત્તર ભારતમાં સતત આગળ વધી રહ્યો છે અને પાર્ટી વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ વિજય મેળશે.

અમિત શાહે નોર્થ ઈસ્ટમાં ભાજપને મજબુત બનાવવાનો સંદેશ આપતા કહ્યું હતું કે, ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ અહીં માત્ર ૮ બેઠકો પર જીતી હતી પરંતુ આજે હું અમારા બુથ કાર્યકર્તાઓના દમ પર દાવો કરી શકું છું કે, નોર્થ ઈસ્ટમાં આ વખતે અમે ૨૫ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૨૧ બેઠક જીતીશું અને ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવીશું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY