જંબુસર ખાતે પંદર જેટલા દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનું આયોજન કરાયું

0
129

જંબુસર:
જંબુસર બીઆરસી ભવન ખાતે સર્વ શિક્ષા અભિયાન ભરૂચ અને એલીમ્કો કાનપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે આમોદ અને જંબુસર તાલુકાના પંદર જેટલા દિવ્યાંગ બાળકોને કે જેવોને શ્રવણ ક્ષતિ હોય સંપૂર્ણ અંધ હોય તેવા જંબુસર તાલુકાના ૭૮ તથા આમોદ તાલુકાના ૩૭ બાળકોને વ્હીલચેર, સીપીચેર, ટીબીકીટ, ડેઇઝી પ્લેયર હિયરિંગ એડ, એએફ ટ્રાઈસિકલ કેલીપર્સ જેવા સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાળકો નિયમિત શાળાએ જાય અને અભ્યાસ મેળવે અને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે તે હેતુથી સાધન સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એસએલ ડોડીયા જિલ્લા આઇઇડી કોર્ડિનેટર ચૈતાલીબેન પટેલ ભરૂચના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં બીઆરસી કો ઓર્ડિનેટર આમોદ જંબુસર સીઆરસી કો ઓર્ડીનેટર સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર: હરીન પટેલ, જબુસર.
મો. ૯૪૨૭૪ ૭૯૬૪૨.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY