ભરૂચ અને નર્મદા જીલ્લામાં કારખાનાવાળા હેઠળ નોધાયેલ કુલ-૧૫૯૮ કારખાના છે. ભરૂચ જીલ્લાના મુખ્યત્વે કેમીકલ કારખાના, પેસ્ટીસાઇડઝ તેમજ ફાર્માસ્યુટીકલ્સ અને પેટ્રોકેમિકલ્સ કારખાનાઅો તથા એન્જીનીયરીંગ ફેકટરીઅો આવેલી છે.
ભરૂચ જીલ્લામાં મેજર એકસીડન્ટ હેઝાર્ડ કારખાનાઅો કુલ-૯૧ છે. આ કારખાનાઅોમાં કોઇ પણ કારના કેમીકલ ડીગ્ઝાસ્ટર વખતે તેને પહોîચી વળવા માટે કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગૃપની રચના થયેલ છે. તેમાં ડેપ્યુટી ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ભરૂચ સભ્યસચિવ તરીકે કામગીરી કરે છે. જીલ્લાના જુદા જુદા તાલુકાઅોને ચાર વિભાગમાં વહેîચણી કરીને લોકલ ક્રાઇસીસ ગૃપની રચના કરેલ છે. ડીઝાસ્ટર વખતે તેને પહોîચી વળવા માટે લોકલ ક્રાઇસીસ ગૃપ કાર્યરત છે. આ ગૃપોમાં અંકલેશ્વર, ઝઘડીયા, ભરૂચ તથા દહેજનો સમાવેશ થાય છે. આ વિસ્તાર પૈકી અંકલેશ્વર તથા દહેજ ખાતે કંટ્રોલરૂમ કાર્યરત છે. જીલ્લામાં કારખાનાઅોમાં સંભવિત હોનારત – આફતના સમયે અોછામાં અોછા સમયમાં – અોછામાં અોછું નુકશાન થાય તે રીતે ઉપલબ્ધ સાધનો રીસોર્સીસ ને એકવ્રીક કરી સંકલિત ધોરણે બચાવની કામગીરી અને નિયંત્રણ કાર્યવાહીની રૂપરેખા તૈયાર કરેલ છે. તે માણે જીલ્લામાં અોફસાઇડ પ્લાનનું રીહર્ષલ કરવામા આવે છે.
ફેકટરી ઇન્સ્પેકટરોરેટ વિભાગને સરકારશ્રીએ તેમની સેફટી અને હેલ્થને લગતી કામગીરી માણે ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તરીકે નામા વિભન કરેલ છે. સલામતી અને જાગૃતિ માટે કારખાનામાં કામ કરતા શ્રમયોગીઅોને તાલીમ આપવામાં આવે છે તથા આ વખતે નાના કારખાનાઅોમાં કામ કરતા શ્રમયોગીઅોને પણ સઘન તાલીમ મળે તે માટે ડી.પી.એમ.સી. અંકલેશ્વર અને પાનોલી ખાતે ખાસ સલામતી અંગેના પોગ્રામ ગોઠવેલ છે. તથા અત્રેની કચેરી દ્વારા આ પોગ્રામોમાં વધુમા વધુ શ્રમયોગીઅો ભાગ લે તેવી સુચના આપવામા આવેલ છે.
શ્રમયોગીઅોને પ્રોત્સાહન મળે તથા જાગૃતિ વધે તે માટે સરકારશ્રીના શ્રમવિભાગ દ્વારા શ્રમયોગીઅોને એવોર્ડ ઉપરાંત રોટરી કલબ અંકલેશ્વર દ્વારા કારખાનાઅોમાં સલામતીના ઉંચા ધોરણો માટે એવોર્ડ આપી સન્માન કરવામા આવે છે. અંકલેશ્વર એટલે ઉદ્યોગોથી ધમધમતી ઔદ્યોગિક નગરી. અંકલેશ્વરમાં આવેલ હજારો ઉદ્યોગોમાં લાખો કર્મચારીઅો કામ કરે છે અને વૈશ્વિક ફલક ઉપર જે-તે ઉદ્યોગોને નામના અપાવે છે. પડદા પાછળથી કામ કરતા આ કર્મચારીઅોની જવાબદારી ઉદ્યોગોના શિરે હોય છે. કર્મચારીઅોની સુરક્ષા માટે ઉદ્યોગોએ પગલાં લેવા જ રહ્ના કારણ કે સુરક્ષા માંગે છે સતર્કતા…
અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકેનું બિરૂદ મેળવ્યું છે. અંકલેશ્વરને સુવિખ્યાત કેમિકલ ઝોન તરીકે અોળખવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં બની રહેના નાના-મોટા અકસ્માતો તેની છબી ખરડી રહ્ના છે. આ અકસ્માતો હોય છે તો કયારેક કામદારો પરંતુ જવાબદાર કોઇ પણ હોય ભોગવવું જે-તે કામદારના પરિવારજનોને પડે છે. અંકલેશ્વરમાં કેટલાય એવા ઔદ્યોગિક અકસ્માતો બને છે જે કાશમાન આવે છે તો કેટલાક નથી પણ આવતા. એક અંદાજ મુજબ અંકલેશ્વર તેમજ આસપાસ પથરાયેલ ઉદ્યોગોમાં સરેરાશ દર બીજા દિવસે નાનો અકસ્માત સર્જાય છે. ત્યારે આ પરત્વે જે-તે કંપનીના જવાબદાર અધિકારીઅોએ ધ્યાન કેન્દ્રિત કરવુ જરૂરી છે. કંપનીઅોમાં જ સુરક્ષા અને સલામતીની માહિતી આપતી શિબિરો યોજી કામદારોને માહિતગાર કરી શકાય. તો કામદાર પોતે જાગૃત થશે અને સુરક્ષાના પગલા જાતે ભરતો થશે. પરંતુ અહી ચિત્ર કંઇક અલગ છે. જે સુરક્ષા અધિકારી તરીકે કંપનીમાં ફરજ બજાવે છે તેનામાં કેટલાક તો આગ લાગે ત્યારે બુઝાવવા માટેનાં સેલ પણ નથી ફોડી શકતા. અને ઉત્સાહમાં કંઇક ભુલ કરી બેસે છે, તેઅોને જરૂર છે માત્ર માર્ગદર્શનની સુરક્ષા એટલે માત્ર ઉદ્યોગોમાં જ લેવાની નથી. હાલમાં અંકલેશ્વર પંથકમાં માર્ગ અકસ્માતનું માણ વધ્યુ છે. છેલ્લા બે મહિનામાં અકસ્માતોની સંખ્યા ઉપર નજર નાખીએ તો કદાચ આંકડો ત્રણ આંકડામાં પહોîચી જાય છે. આમ તો રસ્તા ઉપર અકસ્માતો થતા રહે છે અને તેનો બોધપાઠ કોઇ ગ્રહણ કરતું નથી. અકસ્માત થતાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે અને થોડા સમયમાં વાદળો લીસોટા રહી જાય છે. હાલના ઝડપી યુગમાં વાહનચાલકો ઝડપથી પહોîચવાની હોડમાં કોઇક ભુલ કરી બેસે છે. જેની સજા તેને આખી જીંદગી ભોગવવી પડે છે. હાલમાં જીલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર પંથકમાં માર્ગ અકસ્માતોનું માણ ખૂબ વધ્યુ છે.
વહીવટતંત્ર દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી તો કરવામા આવે છે. પરંતુ તે પણ કેટલાક સમયમાં લોકોના મન ઉપરથી વિસારાઇ જાય છે. જા કે આવા અકસ્માતો પરત્વે મોટા ભાગના કિસ્સામાં વાંક વાહનચાલકોનો જ હોય છે. કોઇકને જલ્દી જવાની પડી છે તો કોઇકને ઝડપી ચલાવવામાં મઝા આવે છે. અને સર્જાય છે અકસ્માત. આજના વિશ્વ સુરક્ષા દિવસે અમારા માનવંતા વાચકોને એટલો જ સંદશે આપ્વો છે કે સુરક્ષા માટે હંમેશા સતર્ક રહો. જા જા ગતિના ગાંડપણમાં જીવન જડ ન થઇ જાય.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"