આ છે સલામત ગુજરાત !?, રોજના ૩ ખૂન અને ૧૮ આત્મહત્યા!

0
108

ગાંધીનગર,
તા.૨૧/૦૩/૨૦૧૮

સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત, વિધાનસભામા રૂપાણી સરકારની કબૂલાત

હત્યામાં ડાયમંડ સિટી સુરત મોખરે, ૨૬૭ ખૂન, ૨૧૮ જીવલેણ હુમલા, અમદાવાદ બીજા ક્રમેછેલ્લાં છ મહિનામાં સમગ્ર રાજ્યમાંથી ૧૫૦૦થી વધુ લોકોએ આત્મહત્યા માટે મંજૂરી માંગી

સબસલામતની ગુલબાંગો વચ્ચે રાજ્ય રક્તરંજીત થયું છે. ગુજરાત વિધાનસભામાં સરકારે કબૂલાત કરી છે કે રાજ્યમાં દરરોજ અંદાજે ૩ હત્યાના બનાવ બને છે તો ૩ હત્યાના પ્રયાસ અને ૧૮ આત્મહત્યાનો બનાવો બને છે. સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ ત્રણ હત્યા, ત્રણ હત્યાના પ્રયાસના બનાવ બને છે, તેમજ દરરોજ ૧૮ લોકો આત્મહત્યા કરે છે. છેલ્લા બે વર્ષમાં ૨,૨૧૧ હત્યા થઈ હતી. આ ઉપરાંત હત્યાના પ્રયાસના ૨,૨૧૫ ગુના નોંધાયા હતા. આત્મહત્યાની વાત કરીએ તો બે વર્ષમાં રાજ્યમાં ૧૨,૭૫૮ લોકોએ આત્મહત્યા કરી હતી. હત્યામાં ડાયમંડ સિટી સુરત મોખરે છે. સુરતમાં ૨૬૭ ખૂન અને ૨૧૮ જીવલેણ હુમલા થયા હતા. તો અમદાવાદમાં ૨૪૧ ખૂન અને ૨૯૫ જીવલેણ હુમલા થયા હોવાની સરકારે કબૂલાત કરી છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ ઉત્તમ હોવાની બાબતને સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા પોલ ખોલી રહ્યા છે. ગુજરાત પોલીસતંત્ર તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની નીતિ અપનાવી રહ્યું છે. મલાઇ શા માંથી મળશે એ જ કેસમાં પોલીસ હાથ નાખે છે. લાખો લોકો પોલીસ પ્રત્યે એક આશા રાખીને બેઠા હોય છે આમ છતાં પોલીસતંત્ર ચૂપચાપ તમાશો નીહાળે છે. ઉચ્ચ અધિકારીઓથી લઇને કોન્સ્ટેબલ સુધી ફરિયાદી કોણ અને આરોપી કોણ છે તે જાઇને તપાસની ગતિ અને દીશા આગળ વધારે છે. કાયદા અને વ્યવસ્થાની કથળતી સ્થતિ વચ્ચે ઉત્તર પ્રદેશ અને બિહારના ઉદાહરણ અપાય છે પણ ગુજરાતની સ્થતિ પણ કાયદો વ્યવસ્થા બાબતે ઉત્તમ નથી આ આંકડા સાબિત કરી રહ્યાં છે.
છેલ્લાં છ મહિનામાં સમગ્ર રાજ્યમાંથી ૧૫૦૦થી વધારે લોકોએ આત્મહત્યા કરવા માટે કલેક્ટર કચેરીએ મંજૂરી માગી હોવાનો અંદાજ છે. તે મોટાભાગે સરકારની રાજકીય નિષ્ક્રયતાના કારણે માગવામાં આવી છે.

સમગ્ર ભારતમાં આ નવી પ્રથા શરૂ થઈ છે. પહેલાં સતી પ્રથામાં મહિલાઓ સળગી જતી હતી, હવે સરકાર લોકોના કામ કરતી ન હોવાથી લોકો જીવતાં અગ્નદાહ કરી રહ્યાં છે. જે આત્મહત્યા કરવાની જાહેરાત કરે છે તેમના કામ ઝડપથી થઈ રહ્યાં છે તેથી નિષ્ફળ સરકારમાં સફળ બનવા લોકો આવી ખતરનાક ખેલ ખેલી રહ્યાં છે. જાકે, છેલ્લાં બે વર્ષમાં અંગત, સામાજિક, લગ્નવિષયક, આર્થિક કારણે, ખેતીમાં નિષ્ફળતા જેવા કારણસર ૧૨,૭૫૮ લોકોએ આત્મહત્યા કરીને ગુજરાતની ભૂમિ છોડી દીધી છે. પ્રજાના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી રોજ ૧૮ લોકો પોતાની જાતને ખતમ કરીને ગુજરાત છોડી જવાનું પસંદ કરી રહ્યાં છે. આત્મહત્યા સૌથી વધારે થઈ રહી છે. તેની સામે હત્યા થઈ રહી છે તે અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારની પોલ ખોલતા પ્રશ્નો પૂછ્યા હતા. વસતીની દૃષ્ટએ રાજકોટમાં સૌથી વધારે ખૂન અને આત્મહત્યા વધારે થાય છે.

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે છેલ્લા બે વર્ષમાં માહિતી ખાતા દ્વારા સરકારી ઉત્સવ અને કાર્યકમ તેમજ વિવિધ યોજનાઓ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સરકારી ઉત્સવો પાછળ કોઈ ખર્ચ કરવામાં નથી આવ્યો. સરકારના કાર્યક્રમો અને યોજના પાછળ વર્ષ ૨૦૧૬માં ૩૮ જાહેરાત પાછળ ૧૭.૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે ૨૦૧૭માં ૨૬ જાહેરાતો પાછળ ૧૯.૫૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY