ભરૂચ,
તા ૭-૦૨-૨૦૧૮,
ગુજરાત ક્રાઇમ રેકર્ડ બ્યુરોમાં હાલમાં એડીશ્નલ ડીજીપી દરજ્જે ફરજ બજાવતા શમશેરસિંહ આ પ૧ વર્ષીય અધિકારીએ લાંબી દોડમાં વિક્રમ સર્જી દેશના પ્રથમ આઇપીએસ તરીકે જાણીતા બન્યા છે. તાજેતરમાં કચ્છ પંથકમાં યોજાયેલી ૧૬૧ કિ.મી.ની દોડમાં યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તીથી વધુ એક વખત ભાગ લઇ સમય કરતા વ્હેલા પહોંચવામાં તેઓ સફળ રહયા હતા. જોકે નિર્ધારીત સમય ૪પ કલાકનો હતો પણ આ સિનીયર આઇપીએસએ આ લાંબી દોડ માત્ર ૩૯ કલાકમાં જ પુર્ણ કરી નાખી હતી. પ૧ વર્ષે આવી દોડમાં ભાગ લેવાનું ભાગ્યે જ કોઇ વિચારે તેવી આ અનોખી દોડમાં રનવીર બનનારા શમશેરસિંઘ માટે લાંબી દોડનો આ પ્રથમ પ્રસંગ નથી. ર૦૧૬માં તેઓએ ૧૦૧ કિ.મી. અને પપ કિ.મી. દોડ પોતાની પુત્રીને સાથે રાખી પુર્ણ કરી હતી. શનિ-રવિની રજા દરમ્યાન ધોળાવીરા ખાતે યોજાયેલ આ દોડ સ્પર્ધામાં કુલ ૩પ દોડવીરો જોડાયા હતા. આ દોડ માટે તેઓએ સતત ૩ માસ સુધી તાલીમ લીધી હતી અને સખત પરીશ્રમ કરેલ. તેઓના આગામી કદમ અલ્ટ્રા ટ્રાયલ ડયુ મોન્ટ બેલેન્સ છે. શમશેરસિંઘે વાતચીત દરમિયાન ઉમેર્યુ કે, આ સ્પર્ધા ખુબ ટફ છે. પરંતુ મને મારી મહેનત અને મારા વિશાળ શુભેચ્છકોની લાગણી પર ભરોસો છે અને ૧૭૦ કિ.મી.ની દોડમાં પણ હું સફળ બનીશ તેવી ખાત્રી છે. જોકે આ સ્પર્ધામાં એક માત્ર જીપીએસ સીસ્ટમ પર સમગ્ર આધાર હોય છે. જયારે છેલ્લા ૧૦ કી.મી. બાકી હતા ત્યારે મારા જીપીએસ સીસ્ટમની બેટરી ઉતરવા લાગેલ. પરંતુ હું નિરાસ થયા વગર અર્જુનની માફક મારૂ લક્ષ્ય એક જ હોવાથી મને સાચો રસ્તો તો સાંપડયો અને તે પણ નિર્ધારીત સમય કરતા પહેલા. આનાથી બીજી ગૌરવની બાબત કઇ હોઇ શકે?. આગામી સમયે હજુ જો આવી દોડ રાખવામાં આવે અને પોલીસ સ્ટાફનાં કોઈ મારી સાથે દોડ લગાવી મને હરાવે તો મને ખુબ જ ગર્વ થશે. મારો ઉદ્દ્રશ્ય એ જ છે કે પોલીસ કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોવા જોઈએ. સાથે જ દેશનો દરેક નાગરિક જો શારીરિક રીતે સક્ષમ બને તો રોગીઓની સંખ્યામાં ખુબજ ઘટાડો જોવા મળે. જેથી પરિવારને આર્થીક અને માનસિક રીતે તંદુરસ્ત રાખી શકાય સાથે જ દેશને પ્રગતિનાં પંથ પર લઇ જતા કોઈ રોકી ન શકે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"