સંચાલકોએ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતાં રાજ્યભરમાં વાલીઓ વિફર્યા

0
140

ગાંધીનગર,
તા.૩૧/૦૩/૨૦૧૮

ઠેર-ઠેર મોટા-મોટા હોર્દીન્ગ્સો લગાવી વાહવાહી લૂંટ્યા બાદ સરકાર સ્કૂલોમાં ફીના નામે ચલાવાતી લૂંટ રોકશે તેવી આશા ઠગારી નિવડી

છેલ્લા ઘણા સમયથી ફી મામલે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ફીને લઈને દરરોજ કોઈને કોઈ હંગામો થતો જાવા મળે છે. તેમાં પણ ફી મામલે છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ મિશન સ્કૂલ અને વાલીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. વાલીઓ અને સંચાલકો વચ્ચેના આ સંઘર્સમાં આજે નવો વળાંક આવ્યો છે. ગ્લોબલ મિશન સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્કૂલના કેમ્પસમાં વાલીઓને ડરાવવા માટે બાઉન્સર્સ ગોઠવી દેવાયા છે.

એક તરફ સરકાર સંચાલકોના ખોળે બેઠી છે અને સ્કૂલ સંચાલકો વાલીઓ અને વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યાં છે. સ્કૂલના સંચાલકો ખુલ્લેઆમ વાલીઓ અને વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા . ત્યારે ફી ન ભરતા સંચાલકોએ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવવામાં આવી રહ્યાં છે. સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. આ બાબતોથી કંટાળીને હવે રાજ્યભરના વાલીઓએ રોષે ભરાયા છે અને પોતાના હક માટે સ્કૂલ સંચાલકો સામે લડત લડી રહ્યાં છે. આજે સુરત, વડોદરા, અમદાવાદ, ભરૂચમાં વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ દ્વારા વિરોધ કરાયો હતો.

અમદાવાદની બે સ્કૂલોનો વિરોધ સામે આવ્યો હતો. વસ્ત્રાલ વિસ્તારની પોદ્દાર ઈન્ટરેશનલ સ્કૂલમાં સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે આવતા વાલીઓ રોષે ભરાયા હતા. ફી બાદ પરિણામ આપવાની સંચાલકોની દાદાગીરીથી વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ ડિફરન્સ રકમ ભરી આપવાની બાંહેધરી આપી હતી, છતાં સંચાલકો ટસ ના મસ ન થયા હતા. તેથી મોટી સંખ્યામાં વાલીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

તો બીજી તરફ, બોપલ વિસ્તારમાં ડીપીએસ સ્કૂલના વાલીઓ આજે સ્કૂલ સંચાલકો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ૨ એપ્રિલે ફી ભરો નહિ તો પ્રવેશ રદ એવું સ્કૂલ સંચાલકોએ કહેતા અને વાલીઓને જીસ્જી અને ઇ-મેલ દ્વારા ફી ભરવા દબાણ કરાતા વાલીઓ વિફર્યાં હતા. પીડીસી જમા કરાવવા ૬ એપ્રિલે ખાતામાં નાખવામાં આવશે. બંને ઓપ્શન સ્વીકારવામાં નહીં આવે તો પ્રવેશ રદ્દ કરવાની ધમકી સ્કૂલ સંચાલકો દ્વારા આપવામાં આવી હતી. કંપનીના બુટ પહેરશો તો જ ભણવા મળશેની સંચાલકોની દાદાગીરી અને ફી ભરવા માટે અવાર-નવાર દબાણ કરાતુ હોવાની ફરિયાદો ઉઠતા આખરે વાલીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

સુરતમાં વધુ એક વખત સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે આવી છે. પાલ વિસ્તારમાં આવેલી એલ. પી. સવાણી સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો હતો. ફી મુદ્દે વાલીઓ અને સંચાલકો વચ્ચે ફરી એકવાર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓને રિઝલ્ટ ન આપતા વાલીઓ રોષે ભરાયા હતા. ફી રસીદ બતાવો અને પરિણામ લઈ જાઓને સંચાલકોની દાદાગીરી સામે વાલીઓ મેદાનમાં આવ્યા હતા. વિરોધ બાદ વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. વાલીઓ દ્વારા ડીઈઓ કચેરીમાં વિરોધ માટે પહોંચ્યા હતા. ડીઈઓ કચેરી ખાતે વાલીઓએ ધરણા અને રામધૂન પણ કરી હતી.

ભરૂચના કેસરોલ ગામ પાસે આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં હોબાળો મચ્યો છે. યૂથ કોંગ્રેસના કાર્યકરો અને વાલીઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ આક્ષેપો કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ફી ન ભરનાર વિદ્યાર્થીઓના પરિણામ અટકાવાતા વાલીઓ વિફર્યાં હતા. વાલીઓના વિરોધને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

થોડા દિવસ પહેલા ખાનગી શાળાની ફી નિર્ધારણ મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્કૂલો જે નક્કી કરે તે ફી વાલીઓને ભરવાનું નિવેદન કરતા વિવાદ સર્જાયો હતો. વિધાનસભામાં માર્ચ-૨૦૧૭માં ખાનગી સ્કૂલ ફી નિયમન વિધેયક પસાર થયા બાદ રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે ચલાવાતી લૂંટ રોકશે તેવી વાલીઓની આશા ઠગારી નિવડી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાનગી સ્કૂલોની કમરતોડ ફી સામે આંદોલન ચલાવી રહેલા વાલીઓને ઝટકો આપતા રાજ્યના શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી કમિટી નક્કી ન કરે ત્યાં સુધી સ્કૂલના સંચાલકો કહે તેટલી ફી ભરવી પડશે.રાજય સ૨કા૨ ફી નિયમન મુદ્દે આ લડાઈ વાલીઓ વતી વિદ્યાર્થીઓના જાહે૨ હિતમાં કાનૂની લડત લડે છે. રાજય સ૨કા૨ નામદા૨ સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશનું પાલન ક૨વા બંધાયેલી છે અને આ મુદ્દે નામ.સુપ્રિમકોર્ટના વચગાળાના આદેશ મુજબ આગળ વધી ૨હી છે.

રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલો માટે વાર્ષિક ૧૫ હજાર અને માધ્યમિક સ્કૂલો માટે ફી ૨૫ હજાર નક્કી કરી હતી. જ્યારે ઉચ્ચતર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) માટે વાર્ષિક ૩૦ હજાર ફી નક્કી કરવામાં આવી હતી. સરકારે ફી નિયંત્રણ સમિતિની પણ રચના કરી હતી. આ ફી નિયમન કાયદાને હાઈકોર્ટે પણ મહદઅંશે મંજૂર રાખ્યો હતો. તે પછી સરકારે વાહવાહી લૂંટવા ફીના નક્કી કરાયેલા ધોરણો દર્શાવતા મોટા-મોટા હોર્દીન્ગ્સો પણ ઠેર-ઠેર લગાવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY