(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૨૮
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષિત હવે કરણ જાહરની ફિલ્મ કલંકમાં કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્તની જાડી ચમકાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. લાંબા ગાળા બાદ સંજય દત્તની સાથે ફિલ્મ મળતા તે ભારે ખુશ દેખાઇ રહી છે. વિતેલા વર્ષોમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જાડીએ સાજન અને ખલનાયક સહિતની કેટલીક ફિલ્મોમાં ભમિકા અદા કરી હતી. આ ઉપરાંત થાનેદારમાં પણ બન્ને સાથે દેખાયા હતા. માધુરીએ માહિતી આપતા કહ્યુ છે કે કલંક નામની ફિલ્મના શુટિંગને લઇને તે ભારે ખુશ છે. તે કરણ જાહરની ફિલ્મમાં કામ કરી રહી છે. તે કરણ જાહરની મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટ બાદ બીજી વખત કામ કરી રહી છે. હજુ સુધીની યાત્રા ખુબ સારી રહી છે. હવે તે વધારે ઇન્તજાર કરવાની સ્થિતીમાં નથી. કલંકમાં માધુરી ઉપરાંત સંજય દત્ત, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપુર પણ કામ કરી રહ્યા છે. અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત ફિલ્મ ૧૯મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા કરણ જાહર, સાજિદ નડિયાદવાળા, હિરુ યશ જાહર અને અપૂર્વ મહેતા તથા સહ નિર્માતા કંપની ફોક્સ સ્ટાર સ્ટુડિયો છે. માધુરી પોતાની પ્રથમ મરાઠી ફિલ્મ બકેટ લિસ્ટને લઇને વ્યસ્ત છે. તે ઇન્દ્ર કુમારની ટોટલ ધમાલ નામની ફિલ્મમાં અનિલ કપુરની સાથે કામ કરી રહી છે. માધુરી ૧૫મી ઓગષ્ટની સાથે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ઉતરી રહી છે.માધુરી દિક્ષિત બોલિવુડમાં સુપરસ્ટાર અભિનેત્રી તરીકે રહી છે. અનિલ કપુર અને માધુરી દિક્ષિતની જાડી બોલિવુડમાં વિતેલા વર્ષોમાં ધુમ મચાવી ચુકી છે. તેમની કર્મા, રામ લખન, સહિતની અનેક ફિલ્મોમાં સાથે જાડી હતી. માધુરી દિક્ષિત મોટા નિર્માતા નિર્દેશકો સાથે હવે ફિલ્મ મેળવી રહી છે. માધુરી દિક્ષિત બીજી ઇનિગ્સમાં સફળ રહી નથી. કરણ જાહરની ફિલ્મમાં વરૂણ-આલિયા પણ હશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"