સંજય દત્તની બાયોપિકને લઇ ખુબસુરત દિયા આશાવાદી છે

0
150

મુંબઇ,તા. ૨૭
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડેલી ખુબસુરત દિયા મિર્ઝાએ કહ્યુ છે કે બોલિવુડના વિતેલા વર્ષોના અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુમાં કામ કર્યા બાદ યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી જશે. દિયા માને છે કે રણબીરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રાજકુમાર હિરાની દ્વારા હાલમાં સંજય દત્તની બાયોપિક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુર દ્વારા અદા કરવામાં આવી રહી છે. ફિલ્મમાં બે ત્રણ અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં દિયા મિર્જા, સોનમ કપુર અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. ફિલ્મ હાલના કાર્યક્રમ મુજબ ૨૯મી જુનના દિવસે રજૂ કરવાની યોજના છે. દિયા પોતે ફિલ્મને લઇને આશાવાદી છે. તે સંજયદત્તની પÂત્ન માન્યતાની ભૂમિકામાં નજરે પડનાર છે. દિયાએ રણબીરની પ્રશંસા કરતા કહ્યુ છે કે તે શાનદાર અભિનેતા તરીકે છે. તે કોઇ પણ એક્ટિંગ કરી શકે છે. તેને લઇને કોઇ બે મત નથી. તેની સાથે કામ કરવાથી ઘણુ જાણવા મળ્યુ છે. તે ખુબ કુશળ અને શાનદાર અભિનેતા છે. ફિલ્મમાં સંજય દત્તની પÂત્ન માન્યતાની ભૂમિકા અદા કરી રહેલી દિયા મિર્જાએ કહ્યુ છે કે ફિલ્મ ખુબ શાનદાર રહેનાર છે. તેનુ કહેવુ છે કે તે જેટલા પણ અભિનેતા સાથે કામ કરી ચુકી છે કલાકારો પૈકી રણબીર કપુર વધારે લોકપ્રિય સ્ટાર છે. દિયા મિર્જા ચોક્કસપણે માને છે કે સંજય દત્તની બાયોપિક ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ રણબીર કપુરની લોકપ્રિયતા દસ ગણી વધી જશે. રણબીર કપુર હાલના સમયમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY