સાંસ્કૃતિક કાર્યક્રમમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાતા ભુલકાઓમાં ફફડાટ

0
92

અમરેલી,
તા.૧૦/૫/૨૦૧૮

અમે ફાયરીંગની સુચના આપી ન હતી : શાળા સંચાલક

લીલીયા ખાતે લાઠી રોડ પર નવી શરૂ થવા જઇ રહેલી પ્રકૃતિ વિદ્યાલય શાળાના ઉદ્દઘાટન સમારોહમા માસુમ છાત્રો જયારે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી રહ્યાં હતા ત્યારે ઉત્સાહના અતિરેકમા આવી ગયેલા સિકયુરીટી ગાર્ડે આ ભુલકાઓ સામે ધસી જઇ પોતાની બંદુકમાથી હવામા બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના બનતા શિક્ષણ જગતમા ચકચાર મચી ગઇ છે. આ ઘટનાથી ભુલકાઓ અને વાલીઓ ફફડી ઉઠયાં હતા. જા કે હજુ સુધી કોઇની સામે કાનુની કાર્યવાહી થઇ નથી.
લીલીયામા લાઠી રોડ પર આવેલા જાધાણી એક્ષપોર્ટના હિરા ઉદ્યોગના બિલ્ડીંગમા નવી શરૂ થવા જઇ રહેલી પનઘટ ટ્રસ્ટ સંચાલીત પ્રકૃતિ વિદ્યાલયના ઉદ્દઘાટન સમારોહમા આ ઘટના બની હતી. આ સ્કુલ નવા સત્રથી શરૂ થવા જઇ રહી છે.

ઉદ્દઘાટન વિધી બાદ અહી છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામા આવ્યો હતો. માસુમ ભુલકાઓ જયારે સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી રહ્યાં હતા તે સમયે ઉત્સાહના અતિરેકમા આવી ગયેલા સિકયુરીટી ગાર્ડે સ્ટેજ પર પરફોર્મન્સ આપતા છાત્રો અને સામે બેઠેલા છાત્રોની વચ્ચે ધસી જઇ હવામા બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. જેને લીધે અહી બેઠેલા છાત્રો અને વાલીઓમા અફડાતફડી મચી ગઇ હતી. શાળા પરિસરમા આવા જાખમી હથિયારો રાખવાની કોઇને પરવાનગી હોતી નથી ત્યારે આ મુદ્દે શાળા સંચાલકો સામે પગલા લેવાવા જાઇએ તેવુ વાલી વર્ગનુ કહેવુ હતુ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY