યુએન,તા.૪
સંયુકત રાષ્ટ સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોની સંયુકત યાદી રજૂ કરી છે. તેમાં ૧૩૯ નામ પાકિસ્તાનથી છે. મંગળવારના રોજ રજૂ કરાયેલ નવી યાદીમાં મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ અને ભારતમાં કેટલાંય કેસને લઇ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું નામ પણ સામેલ કરાયું છે.
‘ડોન ન્યૂઝ’ના મતે યાદીમાં એ બધાના નામ છે જે પાકિસ્તાનમાં રહેતા હોય અથવા તો ત્યાંથી સંચાલિત થઇ રહ્યાં હોય કે પછી એવા સંગઠનો સાથે જાડાયેલા છે જે આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરતાં હોય છે.
યાદીમાં પહેલું નામ અયમાન અલ-જવાહિરીનું છે, જેને લશ્કર-એ-તૈયબાના ઓસામા બિન લાદેનના ઉત્તરાધિકારી મનાય છે. સંયુકત રાષ્ટÙનો દાવો છે કે જવાહિરી હજુ પણ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદની પાસે કયાંક રહે છે. યાદીમાં જવાહિરીના કેટલાંય સહયોગીઓના પણ નામ છે, જે તેની સાથે છુપાયેલા છે. યાદીમાં એક ડઝનથી વધુ એ આતંકીઓના નામ છે જેની પાકિસ્તાનમાં ધરપકડ કરીને અમેરિકાને સોંપી દેવામાં આવ્યા છે.
યાદીમાં અંડરવર્લ્ડ ડાન દાઉદ ઇબ્રાહીમ કાસકરનું પણ નામ છે. સંયુકત રાષ્ટ સુરક્ષા પરિષદના મતે દાઉદની પાસે કેટલાંય નામોથી પાકિસ્તાની પાસપોર્ટ છે, જે રાવલપિંડી અને કરાચીથી ઇશ્યૂ કરાયા છે. યુએનનો દાવો છે કે દાઉદનું કરાચીના નૂરાબાદ વિસ્તારના પહાડી વિસ્તારમાં રાજવી ઠાઠવાળો બંગલો છે.
લશ્કરના આતંકી હાફિઝ સઇદનું નામ એવા આતંકી તરીકે સામેલ કરાયું છે જેને કેટલીય આતંકવાદી વારદાતોમાં સામેલ હોવાના લીધે ઇન્ટરપોલ શોધી રÌšં છે. લશ્કરના મીડિયા પ્રભારી અને હાફિઝના સહયોગી અબ્દુલ સલામ અને ઝફર ઇકબાલને પણ યાદીમાં સમાવિષ્ટ કરાયા છે. હાફિઝની જેમ જ ઇંટરપોલને આ બધાની શોધ છે.
પાકિસ્તાનમાં આવેલ જે આતંકી સંગઠનોને આ યાદીમાં સામેલ કરાયા છે તેમાં મુખ્યત્વે અલ રશીદ ટ્રસ્ટ, હરકતુલ મુઝાહિદ્દીન, ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન, વફા માનવીય સંગઠન, જૈશ-એ-મોહમ્મદ, રબિતા ટ્રસ્ટ, લશ્કર-એ-ઝાંગવી, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન જેવા કેટલાંય સંગઠન છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"