સરકારી બેંકોના મર્જરનો પ્લાન હાલ પુરતો મોકૂફ રખાયો

0
91

ન્યુ દિલ્હી,
સરકારે પીએસયુ બેન્કોના મર્જરનો પ્લાન હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર બેન્કોના કોન્સોલિડેશન પહેલાં તેમની સ્થિતિમાં સ્થિરતા આવે તેવું ઇચ્છે છે. ઉપરાંત, તેમણે આઇડીબીઆઇ બેન્કના ખાનગીકરણ માટે આ યોગ્ય સમય નહીં હોવાનું જણાવ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે, મોટા ભાગની બેન્કો સેકટરમાં સુધારાના એજન્ડા હેઠળ નવી માર્ગરેખાનું પાલન કરી રહી છે. તેમણે બેડ લોન અલગ તારવી છે અને તેની રિકવરીના પ્રયાસ ચાલુ છે. બેન્કોની બેલેન્સશીટ સ્વચ્છ થયા પછી પીએસયુ બેન્કો વધુ મજબૂત બનશે અને ત્યાર પછી અમે કોન્સોલિડેશન માટે વિચારીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુધારાની હાલની પ્રક્રિયામાં યોગ્ય ચકાસણી પછી ધિરાણના પગલાં, ધિરાણની ઉપલબ્ધતામાં વધારો અને સારા વહીવટનો સમાવેશ થાય છે.
સરકારના હાલના ભાવે આઇડીબીઆઇ બેન્કના ખાનગીકરણની યોજના ધરાવતી નથી. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્ક ના પ્રોમ્પ્ટ કરેકિટવ એકશન પ્લાન (પીસીએ) હેઠળ છે. અમે મૂડીકરણ પ્રોગ્રામ હેઠળ બેન્કની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા નોંધપાત્ર પ્રમાણમાં નાણાંની ફાળવણી કરી છે. ઉપરાંત, બેન્ક મૂડી એકત્ર કરવા નોન–કોર એસેટસના વેચાણની યોજના ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, આઇડીબીઆઇ બેન્કને રૂ.૨.૧ લાખ કરોડના રિકેપિટલાઇઝેશન પ્લાનનો સૌથી વધુ લાભ મળ્યો છે. સૂચિત યોજના હેઠળ બેન્કને મહત્તમ રૂ.૧૦,૬૧૦ કરોડ મળવાના છે. નાણામંત્રાલયના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્કો દ્રારા કેટલીક પ્રારંભિક રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. ઉપરાંત, મર્જરની પ્રક્રિયાને ઝડપી બનાવવા વૈકલ્પિક મિકેનિઝમ પણ દર્શાવાઈ નથી.
કેબિનેટે ગયા વર્ષે પીએસયુ બેન્કોના મર્જર્સને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવાની જવાબદારી પ્રધાનોના પસંદગીના જૂથને સોંપી હતી. જાકે, મર્જરના પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય બેન્કોના બોર્ડ પર છોડવામાં આવ્યો હતો. જાકે, તાજેતરમાં પીએનબી કૌભાંડ સહિત બેન્કિંગ સેકટરના ઘટનાક્રમને કારણે સરકારે મર્જરનો નિર્ણય હાલ મોકૂફ રાખ્યો હોવાનું જણાય છે. જાકે, કેટલાક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર માટે કોન્સોલિડેશન પ્રક્રિયાને ઝડપી બનાવવાનો આ યોગ્ય સમય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY