સરકારી કર્મચારીઓના માં 1-2% વધારો થાય એટલે પેપરમાં પહેલા પાને આવી જાય સરકારની તિજોરી ઉપર આટલા રૂપિયાનો બોજો..

0
163

સરકારી કર્મચારીઓના માં 1-2% વધારો થાય એટલે પેપરમાં પહેલા પાને આવી જાય સરકારની તિજોરી ઉપર આટલા રૂપિયાનો બોજો… આમ જોવા જઈએ તો સરકારી કોઈ પણ ખર્ચ સરકારી બોજો જ કહેવાય. સરકારી કર્મચારીમાં સરકારી દવાખાના, પોસ્ટઓફિસ જેવા ખાતાઓ તો સરકારને નફો પણ કરાવતા હશે પણ કોર્ટ, પોલીસ, ડિફેન્સ જેવા ખાતાઓ તો કોઈ ઉત્પાદન કરતા નથી તો શું એ દેશ ઉપર બોજ છે? કોઈ કંપનીમાં કર્મચારીઓનો પગાર વધારો થાય તો એ બોજો કહેવાય? કંપની પોતાના માટે કર્મચારી રાખે છે તો પગાર પણ આપવો પડે એ બોજો નથી કંપનીની જરૂરિયાત છે.
બોજો કોને કહેવાય એ વાત મીડિયાને કોઈ પહોંચાડો… આપણે જરૂર વગરના ઉત્સવો સરકારી ખર્ચે ઉજવીએ, જરૂર ના હોય તોય મોંઘી ગાડીઓ અને બોડીગાર્ડસ રાખવા, હેલિકોપટરોમાં ફર્યા કરવું, મંત્રીઓના પરિવાર વાળાઓને મળતી સુવિધાઓથી ફ્લાઈટમાં ફર્યા કરવું, સંસદસભામાં કે વિધાનસભાઓમાં ફેસિલિટીઓ પાછળના ખર્ચા અને ખાસ તો એમને મળતાં વધારે પડતા પગાર કરતાં પણ મળતા વધારે પડતા ભથ્થાઓ અને અંગત ફેસિલિટીઓ… આ બધું કહેવાય બોજ કે જેની જરૂર નથી. સરકાર મંત્રીઓથી નહીં કર્મચારીઓ થી ચાલે છે એ બોજ નહીં મહેનતનું વળતર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY