રાજકોટ,
તા.૨/૪/૨૦૧૮
સ્વાદના અને કેરીના રસિયાઓને કેસર કેરી ખાવામાં હજુ બહુ લાંબા દિવસ સુધી રાહ જાવી પડે એવા તાલાલા પંથકમાંથી સમાચારો મળે છે. આની વચ્ચે સૌરાષ્ટમાં હાલ રત્નાગિરિ મહારાષ્ટની આગોતરા આવતી મિનિસ્ટર આફૂસ કેરીની આવક થવા લાગી છે.
મોટા ભાગે ફ્રૂટના રિટેઈલરો અમદાવાદથી હાફૂસ કેરીની પેટીઓ મંગાવે છે. હાલ રિટેઈલ ભાવ સીસકારા બોલાવી દે એવા છે અને મિનિસ્ટર કેરીનો ભાવ રૂ. ૫૦૦થી ૬૦૦ પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે. આમ છતાં સૌરાષ્ટમાં રોજના ૫૦૦થી ૭૦૦ બોક્સનો વેપાર થાય છે.
આ સાલ તાલાલા પંથકની કેસર કેરીનો પાક ખૂબ જ મોડો છે. ધાવા ગીરના ખેડૂત મનસુખભાઈ લાડાણીના જણાવ્યા મુજબ હજુ બગીચાઓમાં ખાખઠી કેરી જ દેખાય છે. આ સાલ કેરીના ફળને વૃદ્ધી માટે જે વાતાવરણ જાઈએ એ મળ્યું નથી. એને નવેમ્બર ડિસેમ્બરમાં પૂરતી ઠંડી મળી નથી. અને આંબાવાડિયાઓના મોરને વિકસવા માટે વાતાવરણ પૂરું પડ્યું ન હતું જેથી હજુકેરી સાવ નાની નાની જ છે. આ સાલ તાલાલા તાલુકામાં પાક એકદમ નબળો છે. અને ફળ પણ બહુ જ નાના રહી ગયા છે.
હજુ ફળમાં જાળી પડી નથી. દાણો બંધાયો નથી. સિઝન ફુલ ફોર્મમાં આવતા મે માસ સુધી રાહ જાવી પડશે. હજુ તો અથાણાની જ કેરી હોય એવી કેરી દેખાય છે. તાલાલા સિવાયના વિસ્તારોમાં હોર્મોન, દવા વગેરેના છંટકાવથી મોટા ફળ કરેલી કેરી બજારમાં મુકાઈ જશે પણ એનો ઓરીજીનલ સ્વાદ નહીં મળે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"