સ્કૂલ સેફ્ટિના નિયમો ફક્ત કાગળ પર, સ્કૂલોની માન્યતા રદ

0
133

અમદાવાદ,તા.૨૩
વડોદરામાં ધોરણ ૯ના વદ્યાર્થીની હત્યાથી ફરી એક વખત શાળામાં સરકારની સેફ્ટિ પોલિસીના અમલ પર સવાલ ઉઠ્યા છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સલામતીના નિયમો માત્ર કાગળ પર જ રહ્યા હોય તે સાબિત થયુ છે. ગુડગાંવ ખાતે રાયન સ્કુલમાં ધોરણ બેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાનો મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ગુજરાત સરકારે પણ સ્કુલ સેફ્ટી પોલિસીની જાહેરાત કરી હતી. જાકે વડોદરામાં શાળાના વોશરૂમમા વિદ્યાર્થીની હત્યાથી સેફ્ટિ પોલીસીના અમલ પર સવાલ ઉઠ્યા છે. ડીઈઓએ ફરી શાળાઓને સ્કુલ સેફ્ટિના નિયમોનું પાલન કરાવવાનુ યાદ અપાવ્યુ હતુ અને જા નિયમનો પાલન નહી થાય તો સ્કુલોની માન્યતા રદ કરવાની ચીમકી આપી હતી.
સ્કૂલો વાલીઓ પાસે તોતિંગ પૈસા ફીના નામે લે છે જ્યારે બાળકોની સેફ્ટિની વાતમાં ઢ સાબિત થયા છે. હજું બે દિવસ પહેલાં જ બે બાળકો પર લોખંડનો ગેટ પડવાની ઘટનામાં બે બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. મા-બાપ સ્કૂલોના ભરોસે બાળકોને સ્કૂલમાં મોકલે છે. આ સ્થિતિમાં શાળાઓની પણ જવાબદારી છે કે બાળકોની જવાબદારી રાખે. સ્કૂલ સેફ્ટિના નિયમો ફક્ત કાગળ પર રહી જતા હોવાનું ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓ સાબિત કરે છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY