ગાંધીનગર,તા.૭/૩/૨૦૧૮
જીએસટીના રિટર્નની સમસ્યાનો સામનો કરી રહેલા અનેક કરદાતાને જૂના સર્વિસ ટેકસના રિટર્ન નહીં ભરવા અંગેની નોટિસો ફટકારવામાં આવી રહી છે. જૂન ર૦૧૭ સુધી સર્વિસ ટેકસ અમલમાં હતો તે સમયના રિટર્ન નહીં ભરનારા અમદાવાદના લગભગ ૧પ,૦૦૦ જેટલા સર્વિસ પ્રોવાઇડરોને રિટર્ન ફાઇલ કરવા માટેની નોટિસો મોકલવામાં આવી છે.
સર્વિસ ટેકસમાં રૂ.૧૦ લાખથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ છ માસિક રિટર્ન ભરવાં જરૂરી હતાં. સર્વિસ ટેકસ વિભાગ (હવે જીએસટી)ના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદમાં સર્વિસ ટેકસમાં આશરે ૭૦,૦૦૦ જેટલા રજિસ્ટર્ડ કરદાતા હતા અને તેમણે જીએસટીમાં માઇગ્રેશન કરાવી દીધું છે. જાકે, સર્વિસ ટેકસના જૂન મહિના સુધીના રિટર્ન ભરવા તેમની જવાબદારી છે અને તેમાં જેમણે રિટર્ન ફાઇલ નથી કર્યા તેમને નોટીસ મોકલવામાં આવી છે. વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક એવા વેપારી પણ હોય છે, જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય છે પરંતુ તેમનું ટર્નઓવર કરાવ્યું હોય છે પરંતુ તેમનું ટર્ન ઓવર રૂ.૧૦ લાખથી વધારે થતું નોહતું તેથી તેઓ રિટર્ન ભરવાનું ટાળે છે. જાકે, નિયમ મુજબ, તેમણે નિલ રિર્ટન પણ ફાઇલ કરવું જરૂરી છે. સુત્રોના જણાવ્યા મુજબ, અનેક વેપારીના ર૦૧૬–૧૭ના સર્વિસ ટેકસ રિટર્ન પણ હજુ સુધી ભરવામાં આવ્યા નથી ઉલ્લેખનીય છે કે સર્વિસ ટેકસ કાયદા મુજબ વાર્ષિક રૂ.૧૦ લાખથી વધારે ટર્નઓવર ધરાવતા સર્વિસ પ્રોવાઇડરોએ સર્વિસ ટેકસ ભરવાનો થતો હતો. ઉપરાંત, જેમનું ટર્નઓવર રૂ.૯ લાખથી વધારે થાય તેમણે સર્વિસ ટેકસ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ–જુન મહિના સુધી સર્વિસ ટેકસ અમલી હતો અને ત્યાર બાદ જીએસટીનો અમલ થયો હતો. એપ્રિલ–જૂન ર૦૧૭ દરમિયાનના સર્વિસ ટેકસનં રિટર્ન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ ૧પ ઓગસ્ટ હતી. સર્વિસ ટેકસના નિયમ મુજબ જેમણે સવિર્સ ટેકસ રિટર્ન ફાઇલ નથી કર્યા તેમને મહત્તમ રૂ.ર૦,૦૦૦ સુધીની પેનલ્ટી થઇ શકે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"