ભરૂચ શેરપુરાના ફૈઝ પાર્કમાં ચોરી

0
124

ભરૂચ,

પ્રાપ્તમાહિતી અનુસાર શેરપુરાના ફૈઝ પાર્કમાં રહેતા ઇદ્રીશ હાજી મન્સુરી ૩૧ જાન્યુઆરીના રોજ પાલેજ ખાતે આવેલી તેમની દુકાને રાબેતા મુજબ ગયા હતા. જ્યારે તેમના ૫ત્ની તેમની બહેનના ત્યાં ગયા હતા. દરમિયાન બંધ મકાનને જાઇ તસ્કરોએ ધોળાદિવસે મકાનને તેમનું નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના તાળા તોડી ઘરમાં ઘુસમારી સોનાચાંદીના દાગીના તથા સેમસંગ કં૫નીનું ટેબલેટ મળી કુલ રૂ.૧.૩૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઇદ્રીશ મન્સુરી સાંજે ઘરે આવતા તેમણે તેમના ઘરમાં ચોરી થયેલી જોઈ બી–ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેના ૫ગલે બી–ડિવિઝન પોલીસે તેમના ઘરની મુલાકાત લઇ ચોરોનું ૫ગેરું મેળવવા માટે ઝીણવટભરી તપાસ કરીહતી. પોલીસે ઇદ્રીસ મન્સુરીની ફરિયાદમાંથી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY