શ્રી દત્તોપાસક પરિવાર દ્વારા પ..પૂજ્ય ગાંડામહારાજ અને શ્રી રંગ અવધૂત બાપજીની દર્શનમૂર્તિ નું શ્રી અભિમુકતેંશ્વર મહાદેવ ખાતે પ્રતિષ્ઠિત કરાઈ.

0
130

૧૪/૦૩/૨૦૧૮

કલ્યાણજીમાંથી ગાંડાબુવા અને ગાંડાબુવા માંથી ગાંડા મહારાજ તરીકે ઓળખાતા ગાંડા મહારાજે શ્રીગુરુની આજ્ઞા મુજબ તમામ સાંસારિક બંધનોમાંથી મુક્ત થયા પછી ડાકોરમાં શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી પાસેથી દંડ ગ્રહણ કરી સંન્યાસ દીક્ષા લીધી. તેમનું નામાભિધાન યોગાનંદ સરસ્વતી કરવામાં આવ્યું.

જન્મ જયંતી વર્ષ તથા પ.પૂ. બાપજીના અર્ધ શતાબ્દી નિર્વાણ વર્ષ નિમીત્તે શ્રી દત્તોપાસક પરિવાર, નવાડેરા, ભરૂચ દ્વારા શ્રી અભિમુકતેશ્વર મહાદેવ કે જ્યાં પૂ.ગાંડા મહારાજે ૧૮ વર્ષ સુધી નિવાસ કર્યો તે પાવન ભૂમિ પર પ.પૂ. ગાંડા મહારાજ તથા પ.પૂ. બાપજી ની દર્શન મૂર્તિ પ્રતિષ્ઠા નું અનાવરણ ગુરુડેશ્વર સ્થાન ના મે.ટ્રસ્ટી શ્રી ગવારીકર સાહેબ, અવધૂત નિવાસ ટ્રસ્ટ નારેશ્વર ના મે. ટ્રસ્ટી શ્રી ધીરૂભાઈ જોષી , ટ્રસ્ટી શ્રી યોગેશભાઈ વ્યાસ યુવા કથાકાર શ્રી કિરીટભાઈ શાસ્ત્રીજી તથા પ.પૂ.ગાંડા મહારાજ ના પુવાશ્રમ ના કુટુંબીજન શ્રી ચિંતનભાઈ દેસાઇ ના કરકમલો દ્વારા કરવામાં આવ્યું.

અનાવરણ ની તમામ ધાર્મિક વિધિ શાસ્ત્રી શ્રી જયદેવભાઈ પાઠક ના આચાર્ય પદે થઈ હતી. તેમા નારેશ્વર સ્થાન ના ટ્રસ્ટી શ્રીમતી વાસંતીબેન નાયક, વલસાડ પરિવાર ના શ્રી ધનસુખભાઈ પટેલ તથા શ્રી તુષારભાઈ ભટ્ટ, સુરત પરિવાર ના શ્રી સુધીરભાઈ સોની તથા શ્રી જનકભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. મહેમાનો નું યથોચિત સત્કાર કરવામાં આવ્યું.

મોટી સંખ્યામાં ભક્તો એ હાજર રહી ધન્યતા અનુભવી હતી. અંતે મહાપ્રસાદી લઈ સૌ ભકતો છુટા પડ્યા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY