આ સદી ના અવધૂત પરમ શ્રદ્ધેય શ્રી જગદીશાનંદજી (રંગબાળ) ના ૬૫ માં જન્મદિન ની ઉજવણી

0
574

આજરોજ શોલા ભાગવત અમદાવાદ ખાતેશ્રી ગુરુદેવ દત્તાવતાર શ્રી રંગ અવધૂત બાપજી ના પરમ ઉપાસક આ સદી ના અવધૂત પરમ શ્રદ્ધેય શ્રી જગદીશાનંદજી (રંગબાળ) ના ૬૫ માં જન્મદિન ની ઉજવણી શરૂ કરવામાં આવી જેના પ્રથમ ચરણ માં શ્રી જગદીશાનંદજી ની શોલા ભાગવત સાઈ મન્દિર થી શોભા યાત્રા શ્રી રંગ અવધૂત મન્દિરે દર્શન સાથે વાજતે ગાજતે અસહ્ય ગરમી માં પણ શીતળતા આપતા આધુનિક ઉપકરણો થી સજ્જ સભા મંડપ માં પહોંચી જેમાં અસંખ્ય રંગ ભક્તો એ શ્રી જગદીશાનંદજી નું સાનિધ્ય મહાપ્રસાદી બાદ મેળવ્યું
રાત્રે સાડા આઠ કલાક થી શરૂ થયેલ સાંઈરામ દવે ગોંડળવાળા ના હાસ્ય સહિત ધાર્મિક કાર્યક્રમ નો
લાભ રંગ ભક્તો એ રસતરબોળ થઈ માણ્યો અત્રે એ ઉલ્લેખનીય છે કે રંગાવધૂતબાપજી ના અનન્ય કૃપાપાર્થિ શ્રી જગદીશાનંદજી એ
આજના કાર્યક્રમ ના વિરામે રંગ ભક્તો ને સંગીત નું જ્ઞાનપાન કરાવતા વાતાવરણ રંગમય બન્યું હતું એક સમયે તો ગુજરાતના ધર્મ-હાસ્ય ક્ષેત્રે વિશ્વવિખ્યાત સાંઈરામભાઈ અને તેમના પિતાશ્રી એ પણ શ્રી જગદીશાનંદજી ના સંગીત ના જ્ઞાન ને વધાવી શ્રી ચરણોમાં નતમસ્તક થવું પડ્યું હતું
આ પ્રસંગે રંગબાળ જગદીશાનંદજી એ સર્વે કલાકારો નું શાલ ઓઢાડી સન્માન સાથે આશીર્વાદ આપ્યા હતા.શોલા ભાગવત પાઠશાળા ના વિદ્યાર્થીઓએ શ્રી રંગબાળ ની ૬૫ મી વર્ષગાંઠ વેદમનત્રો થી કરી હતી. આ પ્રસંગે દુરદુર થી આવેલા મહેમાનો ની રાત્રિરોકાણ
અને જો ભક્તો ઈચ્છે તો પરત જવાની સગવડ પણ પ્રસન્સનીય રહી હતી.

ધનંજય ઝવેરી  ભરૂચ 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY