શ્રીનગર,તા.૧૧
પાકિસ્તાને પાંચ ઓગષ્ટ પહેલા કાશ્મીરમાં વ્યાપક પણે હિંસા આચરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ નાબૂદ થયાને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે, ત્યારે સરહદ પારથી રચવામાં આવેલા ષડયંત્ર સામે સેનાના જવાનોને એલર્ટ રહેવા જણાવાયું છે.
આતંકવાદીઓ આ પહેલા નેતાઓ, સરપંચ અને સુરક્ષા દળોના જવાનોને નિશાન બનાવી શકે છે. સૂત્રો પ્રમાણે પાકિસ્તાને આતંકવાદી સંગઠનોને કાશ્મીરમાં મોટી ઘટનાઓને અંજામ આપવા નિર્દેશ આપ્યા છે. જેમાં ખાસ કરીને નેતાઓ અને પંચાયતના પ્રતિનિધિઓ પર હુમલા કરવામાં આવી શકે છે. ઉપરાંત પોલીસ કર્મચારીઓનું અપહરણ કરીને તેમને નોકરી છોડવા માટે ધમકાવવામાં આવી શકે છે.
આતંકવાદીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનો અને સુરક્ષા ટુકડીઓને નિશાન બનાવી શકે છે. સૂત્રો પ્રમાણે પાકિસ્તાન આ બધુ એટલા માટે કરાવશે કે, જેથી દુનિયાને જણાવી શકે કે આર્ટિકલ-૩૭૦ હટયા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં કંઇ મોટુ પરિવર્તન આવ્યું નથી. આ પહેલા પણ આંતરરાષ્ટ્ર મંચો પર પાકિસ્તાન આર્ટિકલ-૩૭૦ નિરસ્ત કરવા સામે પોતાનો વિરોધ નોંધાવી ચુક્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"