ન્યુ દિલ્હી,
તા.૨૬/૦૩/૨૦૧૮
આ ઘણો સંવેદનશીલ મામલો છે,સરકાર હળવાશથી ન લે : હાઈકોર્ટ
૫ માર્ચના રોજ સરકારે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત થયા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. આ મામલે હાઈકોર્ટે સુઓ મોટો લીધો હતો અને જાહેર હિતની અરજીને ગંભીરતાથી લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. ગુજરાત હાઈકોર્ટે સિંહોના અપ્રાકૃતિક મોતના મામલાને અતિ ગંભીર ગણાવતા કહ્યું, ”આ ઘણો સંવેદનશીલ મામલો છે. જેને સરકાર હળવાશથી નહીં લે.” ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત મામલે હાઈકોર્ટેના ચીફ જસ્ટીસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા હતા. જેમાં ૧૫૨ સિંહ કુદરતી રીતે તથા ૩૨ સિંહ અકુદરતી મૃત્યુ પામ્યા હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. વર્ષ ૨૦૧૬માં ૧૦૪ અને વર્ષ ૨૦૧૭માં ૮૦ સિંહના મોત થયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"