સિંગાપોરમાં પિપલ્સ એક્શન પાર્ટી ફરી સત્તા પર, ૯૩માંથી ૮૩ બેઠકો જીતી

0
61

સિંગાપોર,તા.૧૧
વડાપ્રધાન લી. સિએન લૂંગની સત્તાધારી પિપલ્સ એક્શન પાર્ટીએ શુક્રવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં ૯૩ બેઠકમાંથી ૮૩ બેઠક પર વિશાળ જીત મેળવીને એકવાર ફરીથી સત્તા મેળવી હતી. ૬૮ વર્ષીય સીએન પોતાના મતવિસ્તારમાં ફરી ધરખમ બહુમતિ મેળવી ચૂંટાયાં છે. જેમની પાર્ટીએ ૭૧.૯૧ ટકા મત મેળવ્યાં છે.
નાયબ વડાપ્રધાન અને નાણાં પ્રધાન ગેદવી કીટે પણ બહુમતી સાથે જીત મેળવી છે, જ્યારે વિપક્ષી વર્કર્સ પાર્ટી ફક્ત ૧૦ બેઠકો પર જ જીત મેળવી શકી છે. આ પાર્ટીનું નેતૃત્વ ભારતવંશી રાજનેતા પ્રીતમ સિંહના હાથમાં છે. ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં વર્કર્સ પાર્ટીએ ફક્ત ૬ બેઠક પર જીત મેળવી હતી, ત્યારે ૧૯૦ ઉમેદાર મેદાનમાં હતા. સ્વતંત્રતા બાદથી જ પીએપી જંગી બહુમતી સાથે સિંગાપોરમાં સત્તા ભોગવી રહી છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન પીએપી સહિત ૧૧ રાજકીય પક્ષોએ સામાન્ય ચૂંટણી માટે નવ દિવસ સુધી વ્યાપક પ્રચાર કર્યો હતો.
કોરોના વાઈરસ રોગચાળાને પગલે મતદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ વખતે મતદાન મથકોની સંખ્યા અગાઉના સમય કરતા ૮૮૦થી વધારીને ૧૧૦૦ કરવામાં આવી હતી. ગત મહિને વડાપ્રધાન લીએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણી તેના સમયપત્રક કરતાં ૧૦ મહિના પહેલા યોજાઈ હતી. જેમાં નવી સરકારને પાંચ વર્ષ માટે સંપૂર્ણ બહુમતી મળી છે. જેથી તે તેનું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રીય કાર્યસૂચિ પર કેન્દ્રિત કરી શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY