સ્મૃતિ ઇરાનીનું નવું ગતકડુ હવે લાવશે રેડિયો ફિક્વન્સી વાળા એક્રેડિટેશન કાર્ડ…!!!?

0
116

ન્યુ દિલ્હી,તા.૪
ફેક ન્યૂઝનો મામલો થાળે પડ્યો ત્યાં વળી હવે નવી બાબત એ સામે આવી છે કે દિલ્હીમાં વિવિધ મંત્રાલયોમાં સમાચારો માટે ફરતાં પત્રકારોનું ચોક્કસ લોકેશન જાણી શકાય અને કોની ચેમ્બરમાં ગયા તેની માહિતી રાખવા પીઆઇબી પત્રકારોને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેસન કાર્ડ આપવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. જા કે તે માટે દરેક મંત્રાલય અને સરકારી ઇમારતમાં ખાસ મશીનરી લગાવવી પડે અને તે માટેનું બજેટ મોટુ હોવાથી તેનો અમલ થયો નથી. પરંતુ જા બજેટ ફાળવાશે તો આ ખાસ પ્રકારના રેડિયો ફ્રિકવન્સીવાળા કાર્ડ પત્રકારોએ શ્વાનની જેમ ગળામાં લગાવવું પડશે અને મંત્રાલયમાં કોને મળી રહ્યાં છે તેની જાણ પણ સરકારને થઇ જશે. પછી શું થશે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.
પીઆઇબીએ ગૃહ વિભાગને આવા ખાસ કાર્ડ બનાવીને પત્રકારોને હાલના એક્રેડીટેશન કાર્ડના બદલે આપી શકાય કે કેમ તેવી દરખાસ્ત કરી છે. પીઆઇબીના ડીજી ફ્રાન્ક નોરોન્હાએ આવા ઇહ્લૈંડ્ઢ વાળા કાર્ડ બનાવવાની દરખાસ્ત કરી હોવાનું સ્વીકાર્યું છે. અને એવો બચાવ કર્યો છે કે પત્રકારોની સુરક્ષા માટે આવા ખાસ પ્રકારના કાર્ડનો વિક્લ્પ વિચારાઇ રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY