સોનિયા-રાહુલ ગાંધીને લોકતંત્ર પર ભરોસો નથી : મોદી સરકાર

0
92

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૨૦૧૮

ગૃહની કાર્વયાહી ન ચાલતાં ભાજપ અકળાયું,તમામ પાર્ટીઓને ચર્ચા કરવા અનુરોધ કર્યો

બજેટ સત્રનો બીજા તબક્કો શરૂ થયાને ૭ દિવસ થઇ ચૂક્્યા છે, પરંતુ સંસદમાં કોઇપણ પ્રકારનું કામકાજ થઇ શક્્યું નથી. ટીડીપી જ્યાં આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી રહી છે, ત્યાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પીએનબી કૌભાંડ પર નરેન્દ્ર મોદી ગૃહમાં નિવેદન આપે તેની માંગને લઇને અડી ગયા છે. લોકસભામાં ૨૮માંથી ૨૧ બિલ આ સત્ર માટે પેડીંગ છે. બાકી ૭ બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓ પાસે છે. રાજ્યસભામાં ૩૯ બિલ પેન્ડીંગ છે.

સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે મંગળવારે કહ્યું, “અમે ગૃહની કાર્યસૂચિમાં તમામ મહત્વપૂર્ણ વિષયોને સામેલ કર્યા છે. તમામ સાંસદો માટે અમે વ્હપ પણ જાહેર કર્યું છે. અમે તમામ પાર્ટીઓને આગ્રહ કરીએ છીએ કે ગૃહની કાર્યવાહીમાં હિસ્સો લે અને સાર્થક ચર્ચાઓ કરે.”

“અમે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓને ગૃહને ચલાવવાનો આગ્રહ કર્યો છે. લાગે છે કે સોનિયા અને રાહુલ ગાંધીનો લોકતંત્ર પર ભરોસો નથી. તેઓ સંસદની બહાર તો લોકતંત્ર પર ઘણી વાતો કરે છે પરંતુ ગૃહમાં તેના પર અમલ કરતા નથી. કોંગ્રેસના જીન્સમાં જ લોકતંત્ર નથી.”

લોકસભામાં વિપક્ષના નેતા મલ્લકાર્જુન ખડગેએ કહ્યું, “ડેમોક્રસી ખતમ કરવા માટે જે કરવું જાઇએ, તેઓ એવા તમામ પગલાંઓ ઉઠાવી રહ્યા છે. બીજાને પાઠ ભણાવી રહ્યા છે કે કોંગ્રેસ ચર્ચા કરવા નથી માંગતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY