ન્યુ દિલ્હી,
તા.૧૩/૪/૨૦૧૮
બેસ્ટ ફિલ્મ ’ન્યુટન’,બેસ્ટ ગુજરાતી ફિલ્મ ઢને પણ એવોર્ડ
બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો પુરસ્કાર બાહુબલી ૨ને મળ્યો
આજે ૬૫માં રાષ્ટીય ફિલ્મ પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું હતું. અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ ‘ન્યૂટન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનાં પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી છે. તો ‘ન્યૂટન ‘ફિલ્મમાં અભિનય કરનાર પંકજ ત્રિપાઠીને પણ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો દિવગંત અભિનેત્રી શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. અભિનેતા વિનોદ ખન્નાને મરણોપરાંત દાદા સાહેબ ફાળકે સમ્માન આપવામાં આવ્યું છે.
૬૫માં રાષ્ટીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત રાષ્ટીય ફિલ્મ પુરસ્કાર સમિતિનાં ચેરમેન અને જાણીતા નિર્દેશક શેખર કપૂરે કરી હતી. તમામ વિજેતાઓને ૩ મેનાં રોજ રાષ્ટપતિ રામનાથ કોવિંદ રાષ્ટીય પુરસ્કારથી સમ્માનિત કરશે. તો ‘બાહુબલી-૨’ને બેસ્ટ પાપ્યુલર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’નાં ગીત ‘ગોરી તુ લઠ્ઠ મારકે’ માટે ગણેશ આચાર્યને બેસ્ટ કારિયોગ્રાફીનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘ઇરાદા’ માટે દિવ્યા દત્તાને બેસ્ટ સપો‹ટગ એક્ટર અને અલી અબ્બાસ મોગલને ‘બાહુબલી-૨’ માટે બેસ્ટ એક્શન ડાયરેક્શન માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ સિવાય મરાઠી ફિલ્મ ‘કચ્ચા લિંબૂ’ને સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ, ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, મરાઠી ‘મોરક્્યા’, ઉડિયા ફિલ્મ ‘હેલ્લો આર્સી’ અને મલયાલમ ફિલ્મ ‘ટેકઆૅફ’ને સ્પેશિયલ મેન્શલ એવોર્ડ આપવામાં આવ્યો છે. ‘મયૂરાક્ષી’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ બાંગ્લા ફિલ્મ માટે નેશનલ ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો મણિરત્નમની ફિલ્મ માટે એ.આર. રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
૬૫મા રાષ્ટીય ફિલ્મ એવોર્ડની આ છે લિસ્ટ
બેસ્ટ એક્ટર – ઋદ્ધિ સેન (નગર કીર્તન)
બેસ્ટ એક્ટ્રેસ – શ્રીદેવી (મોમ)
બેસ્ટ ફિલ્મ – વિલેજ રોકસ્ટાર્સ (અસમિયા ભાષા)
દાદાસાહેબ ફાળકે – (વિનોદ ખન્ના)
એન્ટરટેઇનર ફિલ્મ ઓફ ધ યર – બાહુબલી – ધ કન્ક્લુઝન
બેસ્ટ સપો‹ટગ એક્ટ્રેસ – દિવ્યા દત્તા (ઇરાદા)
બેસ્ટ ડાયરેક્ટર – જયરાજ
બેસ્ટ હિંદી ફિલ્મ – ન્યુટન
બેસ્ટ તેલુગુ ફિલ્મ – ગાઝી
બેસ્ટ તમિલ ફિલ્મ – ટુ લેટ
બેસ્ટ કન્નડ ફિલ્મ – હેબ્બત રામાક્કા
બેસ્ટ મલયાલમ ફિલ્મ – થોંડીમુથલમ દ્રક્શયમ
બેસ્ટ ઉડિયા ફિલ્મ – હેલો આર્સી
બેસ્ટ મરાઠી ફિલ્મ – કચ્ચા લીંબુ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ – ઢ
બેસ્ટ આસામ ફિલ્મ – ઇશૂ
બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ – અબ્બાસ અલી મોગુલ (બાહુબલી – ધ કન્ક્લુઝન)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર – એ.આર. રહેમાન (‘કાતરુ વેલિયિદાઇ’ માટે)
બેસ્ટ લિરિક્સ – જે.એમ. પ્રહલાદ
બેસ્ટ કોરિયોગ્રાફર – ગણેશ આચાર્ય (‘ગોરી તૂ લઠ્ઠ માર’ ગીત માટે)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"