સ્ટીફન હોકિંગના નિધન પર મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

0
98

ન્યુ દિલ્હી,
તા.૧૪/૦૩/૨૦૧૮

અનેક શોધો કરનારા મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હાકિંગના નિધાનથી દુનિયા આખી શોકગ્રસ્ત છે. દુનિયાના અનેક દિગ્ગજાએ ટ્‌વટર પર હોકિંગના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન બ્રમ્હાંડ વૈજ્ઞાનિક સ્ટીફન હાકિંસના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમના ધૈર્ય અને દ્રઢતાથી દુનિયાભરના લોકોને પ્રેરણા મળી છે. તેમણે સ્ટીફન હાકિંગને એન ઉત્કૃષ્ઠ વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ ગણાવતા કહ્યું હતું કે, તેમનું નિધન દુઃખદ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમના કામે વિશ્વને એક ઉતૃષ્ઠ સ્થાન બનાવ્યું છે.

માઈક્રોસોફ્ટના મુખ્ય સીઈઓ સત્યા નાડેલાએ ટ્‌વટ કરી કહ્યું હતું કે, આપણે આજે એક મહાન વ્યક્ત ગુમાવી છે. સ્ટીફન હોકિંગને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અવિશ્વસનિય યોગદાન અને જટિલ સિદ્ધાંતો અને અવધારણાઓને લોકો માટે વધારે સુલભ બનાવવા બદલ યાદ રાખવામાં આવશે.

નાડેલાએ કહ્યું હતું કે, તેમણે પોતાની સામે આવનારા અનેક અવરોધો છતાંયે બ્રમ્હાંડનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા તેમના ઝનુનને પણ યાદ રાખવામાં આવશે. તેમના આત્માને શાંતિ મળે. તેમની વિરાસત અને પ્રતિભા અમર રહેશે.
ગૂગલના સીઈઓ સુંદર પીચાઈએ પણ મહાન વૈજ્ઞાનિક સ્ટફન હાકિંગના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. સુંદર પિચાઈએ ટ્‌વટ કર્યું હતું કે, – દુનિયાએ એક સુંદર મસ્તષ્ક અને એક પ્રભાવશાળી વૈજ્ઞાનિક ગુમાવ્યા છે. સ્ટીફન હોકિંગના આત્માને શાંતિ મળે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY