સૂચિત ખરીફ પાકો માટે ખર્ચના દોઢ ગણા ટેકાના ભાવની જાહેરાત આવતા સપ્તાહે કરાશે

0
96

ન્યુ દિલ્હી,તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સૂચિત ખરીફ પાકો માટે ખર્ચના દોઢ ગણા ટેકાના ભાવની જાહેરાત આવતા સપ્તાહે કરાશે. વડાપ્રધાને કહ્યુ કે શેરડી ક્રશિંગ સત્ર ૨૦૧૮-૧૮ (સપ્ટેમ્બર-આૅક્ટોબર) માટે શરેડીના એફઆરપીની જાહેરાત આવતા બે સપ્તાહમાં કરાશે અને વ્યાજબી અને લાભદાયી કિંમત એટલે કે એફઆરપીમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો કરાશે.
મોદીએ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ, મહારાષ્ટ અને કર્ણાટકથી આવેલ ૧૪૦ ખેડૂતોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ કે કેન્દ્રીય મંત્રીમંડળની આગામી બેઠકમાં ખરીફ પાકના ટેકાના ભાવ દોઢ ગણા કરવાની મંજૂરી અપાશે. તેમણે કહ્યુ કે તેનાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મોટી મદદ મળશે. સરકાર આ ખેડૂતોને પ્રોત્સાહન આપશે જેને શેરડીમાં રસની રિકવરી ૯.૫ ટકાથી વધુ હશે.
છેલ્લાં દસ દિવસમાં પીએમ મોદીની ખેડૂતોની સાથે બીજી બેઠક છે. ચૂંટણી વર્ષમાં સરકરા કૃષિ ક્ષેત્રના સંકટને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેમને ખાંડ ક્ષેત્ર માટે ૮૫૦૦ કરોડ રૂપિયાનું પેકેજ સહિત કેટલીય જાહેરાતો કરી.
વડાપ્રધાને ખેડૂતોને સરકાર દ્વારા શેરડી ઉત્પાદકોને બાકી ચૂકવણી કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે કહ્યુ. તેમણે કહ્યુ કે સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત ઉપાયોથી છેલ્લાં સાતથી ૧૦ દિવસમાં જ ખેડૂતોને ૪૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ બાકી ચૂકવણી કરાઈ ચૂકી છે.
વડાપ્રધાને લોક કલ્યાણ માર્ગ સ્થિત પર પોતાના ઘરે ખેડૂતો સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યુ કે રાજ્ય સરકારોને શેરડીના બાકી ચૂકવણી નાણાં સુનિશ્ચિત કરવા માટે પ્રભાવી પગલાં ઉઠાવાનું કહ્યુ છે. મોદીએ ખેડૂતો પાસેથી કૃષિ અવશેષના સમજદારીપૂર્વક પોષક તત્વ તરીકે ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો તેનાથી રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરી ૨૦૨૨ સુધી ૧૦ ટકા વધારાની આવક વધી શકે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY