અમદાવાદ,
તા.૨૫/૦૩/૨૦૧૮
નર્મદાનું પાણી જુલાઈ સુધી મળતું રહેશે
આજે જ્યારે ચૈત્ર નવરાત્રીનું અંતિમ નોરતું છે અને રામનવમી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના નાયબ મુખ્મમંત્રી પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથની પુજા-અર્ચના અને આરતી કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા.
જયાં નીતિન પટેલે પાણીની સ્થતિ અને રામમંદિર મુદ્દે નિવેદન આપ્યું છે. પાણીની તંગી મુદ્દે કહ્યું કે, નર્મદા ડેમનું પાણી જૂલાઇ સુધી મળતુ રહેશે. અને ગુજરાતમાં પીવાના પાણીની તંગી નથી. બીજી તરફ રામ મંદિર પર કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પણ તેજ સ્થળે રામ મંદિર બનાવાની મંજૂરી આપશે અમને વિશ્વાસ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"