સુપ્રિમના નિવૃત્ત જ્જ એ.કે.ગોયલ બનશે એનજીટીના નવા ચેરમેન

0
83

ન્યુ દિલ્હી,તા.૭
સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત થયેલા જસ્ટિસ એ. કે. ગોયલ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના નવા ચેરમેન બનશે. એપોઈન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટે જસ્ટિસ એ. કે. ગોયલના નામને મંજૂરી આપી છે. આના સંદર્ભેનો મંજૂરી પત્ર એસસીસીએ પરિવર્તન મંત્રાલયને મોકલી આપ્યો છે. મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં આની નિયુક્તિની ઔપચારીક ઘોષણા કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ ગોયલનો જન્મ સાતમી જુલાઈ-૧૯૫૩ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો અને તેમણે પંજાબ યૂનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો. જસ્ટિસ ગોયલ શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાંથી સેવાનિવૃત્ત થયા છે. તેઓ ૨૦૦૨માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા.
ડિસેમ્બર-૨૦૧૧માં જસ્ટિસ ગોયલ ગૌહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા. ઓક્ટોબર-૨૦૧૩માં તેમની ઓડિશા હાઈકોર્ટમાં બદલી થઈ હતી. તેમને સાતમી જુલાઈ-૨૦૧૪ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાલ એનજીટીના એક્ટિંગચેરપર્સનનું દાયિત્વ જસ્ટિસ જાવેદ રહીમ સંભાળી રહ્યા છે. એનજીટી પાસે પર્યાવરણ સંબંધિત મામલામાં સુઓ મોટો દંડાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે. કેટલાક મામલાઓમાં એનજીટીની પાસે હાઈકોર્ટ જેટલા અધિકાર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY