સુરક્ષાદળો-નક્સલીઓ વચ્ચેની અથડામણમાં એક જવાન શહીદ

0
60

રાયપુર,
સુકમા જિલ્લામાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે શુક્રવારે થયેલી અથડામણમાં એક સીઆરપીએફના જવાનનું મોત થઇ ગયું. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની ૨૧૨ બટાલિયન સેનાએ છત્તીસગઢની ૨૦૮ કોબ્રા પોલીસ સાથે સુકમામાં કિસ્તરમ કેમ્પ પાસે ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થઇ ગયો. ઘયાલ જવાનને કિસ્તર કેમ્પ લાવવામાં આવ્યો જ્યાં તેનું મોત થઇ ગયું. શહીદના શબને રાયપુર મોકલવામાં આવ્યું છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુંદરરાજે જણાવ્યું હતું કે આ ઘટનામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અનિલકુમાર મૌર્યનું મોત નિપજ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ૯ એપ્રિલના રોજ છત્તીસગઢના બીડાપુરમાં નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા હતા. નક્સલીઓએ સુરક્ષાદળોની બસ પર અચાનક ગોળીબાર અને સુરંગમાં વિસ્ફોટ કરી દીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY