સુરેન્દ્ર નગરઃ
સુરેન્દ્રનગર ખાતે સુરસાગર ડેરીના રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત ‘‘સુરસાગર ભવન‘‘ નું લોકાર્પણ કરતા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજય સરકાર ગૌ હત્યાવ નિષેધ માટે કટિબધ્ધક છે. ગાયને આપણે માતા ગણી છે. તેની કતલ કરનારની સરકાર દયા ખાવા માંગતી નથી. આખા ભારતમાં આપણે જ ગૌહત્યાન અટકાવવા કડક કાયદો ઘડેલ છે અને આજીવન કેદની જોગવાઈ કરાયેલ છે. રાજયમાં પશુઘન વિકસે અને વધારો થાય અને ગુજરાત સમૃધ્ધા બને તે માટે સરકાર પ્રયત્નિશીલ છે. ગુજરાતમાં ગૌ સંવર્ધન અને પશુધનના સંવર્ધનના કારણે આજે ગુજરાતમાં ૩ કરોડ જેવું પશુધન છે અને દૈનિક ૧૭૦ લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાૃદન થાય છે. માનવીની જેમ પશુઓની ચિંતા સરકાર કરે છે. પશુઓની સારવાર માટે કરૂણા એમ્યુપાદનલન્સન સેવા શરૂ કરાયેલ છે. ત્યા્રે ૧૧ એમ્યુાઈ લન્સ સેવા કાર્યશીલ છે. અને આ વર્ષ દરમિયાન બધા જિલ્લાતઓમાં મળીને ૫૦ જેટલી એમ્યુય લન્સોશ કાર્યરત કરાશે રાજય સરકારે આ વર્ષે રાજયની તમામ ગૌ શાળાઓ/પાંજરાપોળોના પશુઓના નિભાવ માટે નવું ઘાસ રૂપિયા ૨ના કિલોના ભાવે આપવાનો નિર્ણય કરાયો છે. તેમજ પશુઓને પીવાના પાણી માટે વિના મૂલ્યેર પાણીની વ્ય વસ્થા કરાયેલ છે. આ માટે તંત્રને સુચના અપાયેલ છે. તમામ જીવો પ્રત્યેલ દયા રાખીને સરકાર કામ કરી રહી છે.
મુખ્ય મંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલન વ્યસવસ્થાશક્ષેત્રે સ્વલરોજગારી ઉત્પતન્ન કરવા રાજય સરકારે ચાલુ વર્ષના બજેટમાં નવી યોજના દાખલ કરી છે કે, સાત થી વધુ પશુઓનો પશુફાર્મ બનાવનારને રૂપિયા ત્રણ લાખની સહાય અપાશે. વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતો/પશુપાલકોની આવક ડબલ થાય તે માટે સરકાર નકકર પગલા લીધા છે.
મુખ્યામંત્રીએ આ તકે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં તન, મન, ઘન થી સહયોગ આપવા બદલ પ્રજાજનોનો આભાર માનતા જણાવ્યુંા હતું કે, મારા જીવનમાં પ્રથમવાર જળ સંચય અભિયાનમાં રૂપિયા દેવા માટેની લાઈન જોવા મળે છે.
અત્રે ઉલ્લેાખનીય છે કે, જિલ્લાુના પશુપાલકો માટે ૧૯૭૫ના વર્ષમાં ૮૦ દૂધ મંડળીઓથી શરૂ થયેલ દૂધ સંઘ સાથે આજે ૮૦૨ દૂધ મંડળીઓ જોડાઈ છે. ૮૯ હજાર સભાસદો આ દૂધનું વાર્ષિક ટર્ન ઓવર ૮૯૩ કરોડ સુધી પહોંચ્યું છે. પશુપાલકોના સાથ -સહકાર થકી વટવૃક્ષ બનેલ આ સંસ્થાનમાં રૂપિયા ૭.૫૬ કરોડના ખર્ચે સુરસાગર ડેરીનું અદ્યતન ‘‘સરુસાગર ભવન‘‘ કાર્યાલય બનાવવામાં આવ્યું છે.
આ દૂધ ડેરીમાં હાલ દૈનિક દૂધ એકત્રીકરણ ૭.૨૫ લાખ લીટર છે. સુરસાગર ડેરીના પ્લાઆન્ટાની પ્રોસેસીંગ અને પેકીંગની ક્ષમતા દૈનિક ૨.૦ લાખ લીટર છે. મુખ્યગમંત્રી એ કાર્યક્રમના સ્થાળેથી તકતીનું અનાવરણ વિધિ કરીને સુરેન્દ્ર નગર દુધરેજ નગરપાલિકાના અંદાજે રૂપિયા ૨૭.૯૯ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુર્હૂત – લોકાર્પણ કરેલ હતા. સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ચરવાડે પ્રારંભમાં મહેમાનોનું સ્વારગત કરીને ડેરી દ્વારા રૂપિયા ૧૦ના કરાયેલી ભાવ વધારો અને તેમજ ડેરીના વિકાસની વિગતો આપી હતી.
પ્રારંભમાં ડેરીના મેનેજીંગ ડીરેકટર ગુરદિત પ્યાડરાસીંગએ મહેમાનોનું મોમેન્ટોા દ્વારા સ્વારગત અને આભાર દર્શન કર્યું હતું. આ પ્રસંગે બિલ્ડડર એસોશીયેશનના રૂપિયા ૧૦ લાખ, સરુસાગર ડેરી તરફથી રૂપિયા ૧૦ લાખ અને જિલ્લાબની દૂધ મંડળીઓના મળને કૂલ રૂપિયા ૧.૮૩ કરોડની રકમના ચેક મુખ્યમંત્રી રૂપાણીને સુજલામ-સુફલામ જળ અભિયાન માટે અર્પણ કરાયો હતો તેમજ સુરેન્દ્ર નગર – દુધરેજ નગરપાલિકાના રૂપિયા ૨૮ કરોડના કામોના ખાતમુર્હૂત અને લોકાર્પણના તકતીનું અનાવરણ વિધિ કરી અને નગરપાલીકા દ્વારા રૂપિયા ૨ લાખનો ચેક મુખ્યતમંત્રીને જળસંચય અભિયાન અંતર્ગત અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે મુખ્યીમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાયગત બંડી, પાધડી, છત્રી, કામળી અને લાકડી અર્પણ કરીને કરાયું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શંકરભાઈ દલવાડી, સ્વળર્ણિમ ૫૦ મુદ્દા અમલીકરણ અધ્યરક્ષશ્રી આઈ. કે. જાડેજા, ધારાસભ્યપ ધનજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, જયંતિભાઇ કવાડીયા, વર્ષાબેન દોશી, પુનમભાઈ મકવાણા, સુરેન્દ્રધનગર જિલ્લા્ કલેકટર કે. રાજેશ, જિલ્લા્ વિકાસ અધિકારી મનીષ બંસલ, ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, જિલ્લા બેંકના ચેરમેનશ્રી હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રાનગર-દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોળીયા, સુરસાગર ડેરીના વાઈસ ચેરમેન સુરાભાઈ રબારી, ડીરેકટરઓ, વિવિધ જિલ્લાની દૂધ ઉત્પા દક સંઘના પદાધિકારીઓ, પ્રકાશભાઈ સોની, સંતો સર્વ કતિરામ બાપુ, રામ બાપુ, કેહુ બાપુ, બંસીદાસબાપુ, ઋત્વિ્જભાઈ પટેલ, માલધારી આગેવાનો જિલ્લાાના મોટી સંખ્યામમાં પશુપાલકો- ખેડૂતો વિગેરે ઉપસ્થિીત રહયા હતા.
આ પ્રસંગે લોક કલાકારો યોગેશ ગઢવી, અભેસિંહભાઈ રાઠોડ, અનુરાધાબેન વિગેરે દ્વારા રજુ કરાયેલ લોક સંગીતના કાર્યક્રમ અને હુડા રાસ, મેર રાસ સહિત વિવિધ રજુ થયેલ રાસ ગરબાની કૃતિઓએ પ્રેક્ષક સમુદાયમાં સારૂ એવું આકર્ષણ ઉભું કર્યું હતું.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"