સુરત મહાનગર પાલિકા કક્ષાઍ વિશ્વ યોગ દિવસે સાત લાખ લોકોના યોગ અભ્યાસ સુરત, તા. ૨૨

0
4

પ્રાચીન ભારતીય ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી એક અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યા થકી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
સમગ્ર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં જિલ્લા-તાલુકાકક્ષાએ, મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં, શાળા-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, ઐતિહાસિક સ્થળો, પર્યટન સ્થળો, સમાજના ભવનોમાં ‘માનવતા માટે યોગ(ર્રૂખ્તટ્વ કર્િ ઁેદ્બટ્વહૈંઅ)” ના થીમ સાથે નાગરિકો, સરકારી કર્મયોગીઓ સહિત આબાલવૃદ્ધજનો યોગ ઉજવણીમાં જોડાયા હતા.
સુરત મહાનગરપાલિકા કક્ષાએ ૭ લાખ નાગરિકો, સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ૮,૦૫,૩૩૬ તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ૧૩૫૮ સ્થળોએ ૧.૫૦ લાખ, તાપી જિલ્લામાંથી ૧.૪૭ લાખ, નવસારી જિલ્લામાં ૩૧૦૪૭૮, ભરૂચ જિલ્લામાં ૨૩૧૬ સ્થળોએ ૨૩૮૮૧૪ નાગરિકો, ડાંગ જિલ્લામાં ૬૯૫ સ્થળોએ ૯૨૭૨૫ નાગરિકો, નર્મદા જિલ્લામાં ૨,૦૭,૦૯૪ મળી કુલ ૨૬,૫૧,૪૪૭ નાગરિકોએ યોગસાધકોના સાન્નિધ્યમાં યોગ કરીને સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નિરોગી બનવાનો સંદેશો આપવામાં આપ્યો હતો.
સમગ્ર રાજ્યમાં ૭૫ આઈકોનિક સ્થળોએ યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી જે પૈકી સુરત શહેરના એરપોર્ટ ખાતેના આઈકોનિક રોડ ખાતે, વલસાડમાં તિથલ બીચ, નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે, નવસારી જિલ્લામાં દાંડી સ્મારક ખાતે, તાપી જિલ્લામાં સોનગઢ કિલ્લા ખાતે, ભરૂચમાં ગોલ્ડનબ્રિજ તથા ડાંગના સાપુતારા ખાતે ઉત્સાહભેર યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY