ભેસ્તાન સર્વોદય તથા ભાગ્યોદય વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી
સુરત, તા. ૨૨

0
2

સર્વોદય તેમજ ભાગ્યોદય વિદ્યાલય ભેસ્તાનના સંયુક્ત નેજા હેઠળ ૮મા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી યોગાચાર્ય હરપાલ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેમાં સંસ્થાના પ્રમુખશ્રી તૃષાર પટેલ તેમજ હરીશભાઇ પારેખ ,વાલી મિત્રો તેમજ સમગ્ર શાળા પરિવારે ભાગ લીધો હતો. યોગાચાર્યશ્રી હરપાલ શાસ્ત્રીજીએ બાળકોને યોગનું મહત્વ સમજાવી યોગના આસનો કરાવ્યા હતા તેમજ યોગથી શરીર સંપૂર્ણ તંદુરસ્ત રહે છે, અભ્યાસમાં વધુ સારું પરિણામ યોગના નિયમિત અભ્યાસથી દ્વારા શકય છે. ડાયાબિટીસ, હૃદયરોગ, મોટાપણું , હાડકાના જોઈન્ટના અસાધ્ય રોગોને દૂર કરવા યોગ કારગત ઈલાજ છે , એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY