કામરેજમાં યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનતા કૃષિ મંત્રી મુકેશ પટેલ સુરત, તા. ૨૨

0
2

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત દાદા ભગવાન મંદિરના પટાંગણમાં કરવામાં આવી હતી. અહીં ૩૨૦૦ યોગપ્રેમી બાળકો-વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓઓએ ઉત્સાહભેર જોડાઈને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
‘માનવતા માટે યોગ’ (ર્રૂખ્તટ્વ કર્િ ઁેદ્બટ્વહૈંઅ)ની થીમ પર આયોજિત યોગદિન ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કે યોગને વૈશ્વિક પ્રસિદ્ધિ અપાવવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સિંહફાળો રહ્યો છે. માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિ-મુનિઓની માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે.
‘યોગથી વ્યક્તિનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે એમ જણાવી મંત્રીશ્રીએ યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે યોગદિનની ઉજવણી કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
યોગ દિવસના અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમથી વિવિધ યોગમુદ્રાઓ કરી લોકોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરી તેના વિશેષ લાભોની જાણકારી આપી હતી, જ્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો.ભાગવત કરાડ સાથે સહભાગી થઇ યોગાભ્યાસ કરીને નાગરિકોને નિરોગી રહેવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા,પોલીસ અધિકારીઓ અને યોગશિક્ષકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એન.સી.સી. કેડેટ્સ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY