ઓલપાડના તળાદ હાઈસ્કૂલના પટ્ટાગણમાં યોગદિન ઉજવાયો સુરત, તા. ૨૨

0
2

સમગ્ર વિશ્વમાં ૮મા ‘૨૧મી જૂન- વિશ્વ યોગ દિવસ’ની ‘માનવતા માટે યોગ’ થીમ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તળાદ ખાતે તળાદ હાઈસ્કૂલના પ્રાંગણમાં તાલુકા કક્ષાના ‘યોગ દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી.
કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્રના સભ્યોના સહયોગથી બાળકો અને અધિકારીઓ મળી કુલ ૪૦૦ જેટલા બાળકો, પદાધિકારી-અધિકારીઓએ યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન મુદ્રાઓ કરી હતી. ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મૈસુર ખાતેના રાષ્ટ્રીયકક્ષાના અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમને ‘વંદે ગુજરાત ચેનલ’ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર નિહાળ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ પટેલ, ઓલપાડના મામલતદાર લક્ષ્મણભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચાવડા, ઓલપાડ પીઆઈ ડી.કે.ખાચર, ઓલપાડ સર્કલ અધિકારી ભૂપેશભાઈ ચૌધરી, નાયબ મામલતદાર ભાવેશભાઈ ઈટાલીયા, ઓલપાડ આરએફઓ મનીષાબેન, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ, અગ્રણી યોગેશભાઈ, શાળાના ટ્રસ્ટી ઈશ્વરભાઈ પટેલ, આચાર્યશ્રી દોલતસિંહ ઠાકોર અને નેહરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિઓ, શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY