ગુરૂકુલમાં યોગદિવસની ઉત્સાહભેર ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સુરત, તા. ૨૨

0
2

સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય-વેડરોડ ખાતે ગુરૂકુલના સંતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે ગુરૂકુલના પ્રાંગણમાં આકર્ષક યોગમુદ્રાઓ રજૂ કરી વિશ્વ યોગદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ધાર્મિક અને ખુશનુમા માહોલમાં સૌએ સામૂહિક યોગાસનો કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષા ખેલમહાકુંભ-૨૦૨૨ અંતર્ગત અંડર ૧૭ રિધેમિક યોગમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા બનનાર શ્યામ હિતેશભાઇ ગાબાણી(ધો.૧૨-છ)ને અને અંડર ૧૭ ટ્રેડિશનલ યોગમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ દ્વિતીય ક્રમે વિજેતા બનનાર કાકડીયા ક્રિશ કલ્પેશભાઈ (ધો.૧૨-ઝ્ર)નું મહંત સ્વામી પુરાણી શ્રી ધર્મવલ્લભદાસ સ્વામીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઝળહળતી સિદ્ધિ મેળવનાર બંને વિદ્યાર્થીઓએ ૧૨-૧૨ હજારનું ઇનામ પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY