સુરત મહાનગર પાલિકા દ્વારા ઍરપોર્ટ પાસે આઈકોનિક રોડ પર યોગ દિવસની ઉજવણી સુરત, તા. ૨૨

0
2

તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં એકસાથે ૫૦થી વધુ જગ્યાઓ પર “માનવતા માટે યોગ”ની થીમ પર યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના એરપોર્ટ પાસે આઈકોનિક રોડ ખાતે મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલાના અધ્યક્ષસ્થાને યોગદિનની ઉજવણી કરાઈ હતી, જેમાં વરસાદી માહોલ વચ્ચે પણ સુરતીઓએ ઉત્સાહભેર ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો.
આજના તણાવગ્રસ્ત જીવનમાં લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે યોગના માધ્યમથી લોકો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે એ હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લા અને શહેરમાં યોગ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ અડગ રહી સુરતીઓએ વિવિધ યોગમુદ્રાઓ કરી સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો.
આ અવસરે મેયરશ્રીએ યોગ અપનાવી સ્વસ્થ જીવનશૈલીની ભેટ મેળવવા સાથે શહેર, રાજ્ય અને દેશને સ્વસ્થ અને સશક્ત બનાવવા પર ભાર મૂકયો હતો, જ્યારે મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ આધુનિક જીવનશૈલીમાં યોગને જીવનચર્યામાં વણી લેવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, પાલિકા અને પોલીસ અધિકારીઓ, શહેરીજનો જોડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY