સુરત ચાઈલ્ડ લેબલ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ સુરત, તા. ૨૨

0
2

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ગત ૫ માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં મદદનીશ શ્રમ આયુક્ત સંગીતાબહેને જણાવ્યું કે, જાન્યુઆરીથી મે-૨૦૨૨ સુધીના ૫ માસના સમયગાળા દરમિયાન ટાસ્કફોર્સ દ્વારા કુલ ૨૪ રેડ કરવામાં આવી હતી, જેમાં વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા ૧૪ વર્ષથી નાની ઉંમરના કુલ ૧૩ બાળશ્રમિકોને રેસ્કયુ કરી તેમના પુનઃવસનની કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે.
આ અંગે જિલ્લા કલેકટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડતા જણાવ્યું કે, સરકારના માર્ગદર્શન હેઠળ બાળમજૂરીના અભિશાપમાંથી મુક્તિ અપાવી તેમનું પુનર્વસન કરાવવા માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે. બાળમજૂરનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. રેસ્કયુ કરાયેલા મહત્તમ બાળશ્રમિકો ભાગના બાળકો યુ.પી., બિહાર, પશ્ચિમ પશ્ચિમ બંગાળના હોય છે, જે ટેક્ષટાઈલ, જરી ઉદ્યોગો, ચાની કિટલી અને ખાણીપીણીની લારીઓ પર વધુ જોવા મળે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY