ગાયત્રી ચેતના કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ સુરત, તા. ૨૨

0
2

ગાયત્રી ચેતના કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા કતારગામના અંબાતલાવડી ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં કતારગામના મોટી સંખ્યામાં યોગપ્રેમી ભાઈ-બહેનો અને બાળકોએ નિરોગી રહેવા માટે યોગાસનો કર્યા હતા.
આ પ્રસંગે યોગ ટ્રેનર આશાબેન રાખોલિયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ કર્મને કુશળતાપૂર્વક કરીએ તો તે યોગ છે. યોગ એ કસરત છે એવી લોકોમાં ભ્રમણા છે, પણ યોગને વ્યાયામ ન માનતા તેનું વ્યાવહારિક મહત્વ સમજવાની જરૂર છે. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા છે. તેમજ માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે હકારાત્મક અભિગમ છે.
યોગ ટ્રેનર આશાબેને વધુમાં કહ્યું કે, સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. એટલે જ યોગ એ શરીર અને આત્માના જોડાણનું પ્રતિક છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY